Site icon Revoi.in

કોચિંગ ક્લાસ હિંસા કેસમાં ફૈસલ ખાન ફસાયો, તેના બે ગાર્ડ ઝડપાયા

Faisal Khan implicated in coaching class violence case, two of his guards arrested

Faisal Khan implicated in coaching class violence case, two of his guards arrested

Social Share

પટના, 4 જૂન 2026: – પટણામાં કોચિંગ ક્લાસ હિંસા કેસમાં ખાન સરના નામે જાણીતો ફૈસલ ખાન પોતે ફસાયો છે. ગોળીબાર કેસમાં તેના જ બે ગાર્ડ ઝડપાયા બાદ સમગ્ર ઘટનાક્રમ પાછળનું કાવતરું જાહેર થઈ ગયું છે. ઝડપાઈ ગયેલા તેના બંને ગાર્ડે પોલીસ સમક્ષ નિવેદન કર્યું છે કે, ગોળીબારનો આદેશ ખાન સરે પોતે જ આપ્યો હતો. દરમિયાન આ ઘટનાના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે જેમાં ફૈસલ ખાનના ગાર્ડ પોતે ગોળીબાર કરતા હોવાનું સ્પષ્ટ દેખાય છે.

તાજેતરમાં ‘ખાન ગ્લોબલ સ્ટડીઝ’ (Khan Global Studies) ની બહાર થયેલા ગોળીબાર અને પથ્થરમારાના મામલામાં હવે એક નવો જ વળાંક આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં બે વ્યક્તિઓ ખુલ્લેઆમ ફાયરિંગ કરતી જોવા મળી રહી છે. હવામાં ફાયરિંગ કરી રહેલા આ બંને શખ્સો ખાન સર અર્થાત ફૈસલ ખાનના જ અંગરક્ષકો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે બંને બોડીગાર્ડ્સની અટકાયત કરીને પૂછપરછ કરી હતી અને હવે તેમની સત્તાવાર ધરપકડ કરી લેવામાં આવી છે. બીજી તરફ, આ મામલાની કડીઓ મેળવવા માટે પોલીસ હવે ખુદ ખાનની પણ પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચોઃ હવે વિપ્રોમાં ધર્માંતરણ ગેંગનો પર્દાફાશ, હિન્દુ મહિલાએ નોંધાવી ફરિયાદઃ જુઓ વીડિયો

આ નવી વિગતો બહાર આવ્યા બાદ ‘જ્ઞાન બિંદુ કોચિંગ’ ના સમર્થનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. પટનાના મુસલ્લહપુર હાટ વિસ્તારમાં વિદ્યાર્થીઓ એકઠા થઈ રહ્યા છે અને ત્યાં ભારે હંગામો મચી ગયો છે. રસ્તા પર ઉતરેલા આ આક્રોશિત વિદ્યાર્થીઓ હવે જ્ઞાન બિંદુ કોચિંગના ડાયરેક્ટર રોશન આનંદની તાત્કાલિક મુક્તિની માંગ કરી રહ્યા છે અને સાથે જ ફૈસલ ખાનની પણ ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોને લઈને મોટો દાવો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયો અંગે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના 2 જૂનની રાત્રિની છે. આ વીડિયો જ્ઞાન બિંદુ કોચિંગ તરફથી જાહેર કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે અને એવો આક્ષેપ કરાયો છે કે હવામાં ગોળીબાર કરનારા બંને વ્યક્તિઓ ફૈસલ ખાનના અંગત બોડીગાર્ડ્સ છે.

નવો વીડિયો આવતા જ કેસમાં આવ્યો વળાંક

આ વીડિયો વાયરલ થતાં જ સમગ્ર ઘટનાની વાર્તામાં મોટો વળાંક આવ્યો છે. કારણ કે, શરૂઆતમાં જ્યારે હંગામો થયો ત્યારે પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસ્યા હતા, પરંતુ તેમાં ગોળીબારનો કોઈ પુરાવો મળ્યો નહોતો. ખુદ ફૈસલ ખાને પણ પોતાના પ્રારંભિક નિવેદનમાં ગોળીબાર થયો હોવાની વાત કહી હતી, પરંતુ પ્રાથમિક તપાસમાં કોઈ પુરાવા ન મળતાં તેઓ પણ પોતાના નિવેદન પરથી પાછા હટી ગયા હતા. હવે આ નવો વીડિયો સામે આવ્યા બાદ આખો મામલો પોલીસ માટે સઘન તપાસનો વિષય બન્યો છે.

Exit mobile version