Site icon Revoi.in

મહિલા અનામત ખરડો લોકસભામાં પસાર કરાવવામાં સરકાર નિષ્ફળ

Government fails to pass Women's Reservation Bill in Lok Sabha

Government fails to pass Women's Reservation Bill in Lok Sabha

Social Share

નવી દિલ્હી, 17 એપ્રિલ, 2026 – મહિલા અનામત ખરડો લોકસભામાં પસાર કરાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. લોકસભામાં શુક્રવારે મહિલા અનામત સાથે જોડાયેલા બિલ પર મતદાન કરવામાં આવ્યું હતું. આ પહેલા મહિલા અનામત બિલ અને પરિસીમન બિલ પર લાંબી ચર્ચા ચાલી હતી અને વિપક્ષ દ્વારા આ બિલોનો સતત વિરોધ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે વિપક્ષને આ બિલનું સમર્થન કરવા અપીલ કરી હતી. જોકે, અંતે મહિલા અનામત સાથે જોડાયેલું બિલ લોકસભામાં પસાર થઈ શક્યું નહીં. બિલ અંગે સરકારને વિપક્ષનો સાથ મળી શક્યો નથી.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા હાઈકોર્ટનો આદેશ, જાણો શું છે મામલો?

પક્ષ અને વિપક્ષમાં કેટલા મત?

લોકસભામાં શુક્રવારે ત્રણ ખરડા- ‘બંધારણ (131મો) સુધારો ખરડો 2026’ પર મતદાન કરવામાં આવ્યું હતું. બિલની તરફેણમાં 298 મત પડ્યા હતા, જ્યારે વિરોધમાં 230 મત પડ્યા હતા. આ બિલને પસાર કરવા માટે ગૃહમાં બે તૃતીયાંશ સાંસદોના મતોની જરૂર હતી. ઉલ્લેખનીય છે કે, લોકસભામાં કોઈપણ બંધારણીય સુધારો વિધેયક પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતી હોવી અનિવાર્ય છે.

અન્ય બે બિલને આગળ વધારી શકાયા નહીં

ગૃહમાં બંધારણ (131મો) સુધારા ખરડો 2026 ઉપરાંત, સરકારે ‘પરિસીમન વિધેયક, 2026’ અને ‘સંઘ રાજ્ય વિધિ (સુધારો) ખરડો, 2026’ ને પણ ચર્ચા અને પસાર કરવા માટે રાખ્યા હતા. જોકે, બંધારણ (131મો) સુધારા ખરડો 2026 પસાર ન થતાં અન્ય ખરડા આગળ વધારી શકાયા નહીં. સંસદીય કાર્ય મંત્રી કિરેન રીજીજુએ જણાવ્યું હતું કે, બંધારણીય સુધારો વિધેયક પસાર ન થવાને કારણે હવે તેની સાથે સંબંધિત બંને વિધેયકોને આગળ વધારી શકાય તેમ નથી.

વિપક્ષે સતત વિરોધ કર્યો

લોકસભામાં મહિલા અનામત બિલ અને પરિસીમન બિલ પર ઉગ્ર ચર્ચા થઈ હતી. વિપક્ષ આ બિલોનો સતત વિરોધ કરી રહ્યો હતો. શુક્રવારે ગૃહમંત્રી અમિત શાહે બિલ પરની ચર્ચાનો જવાબ આપતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે ઇન્ડી એલાયન્સ પરિસીમનનો નહીં પરંતુ મુખ્યત્વે મહિલા અનામત બિલનો વિરોધ કરી રહ્યું છે. અમિત શાહના ભાષણ પછી લોકસભામાં મહિલા અનામત બિલ અને પરિસીમન બિલ પર મતદાન થયું હતું. જોકે, બિલ માટે જરૂરી બે તૃતીયાંશ બહુમતી મળી શકી નહીં.

બિલના સમર્થનમાં સભ્યો મજબૂતીથી ઊભા રહ્યા હતા અને નવી ઊર્જા સાથે પક્ષ રજૂ કર્યો હતો, પરંતુ આંકડાકીય મર્યાદાને કારણે કોઈપણ ગેરકાયદે અવરોધ વગરની આ પ્રક્રિયામાં અંતે બિલ પસાર થઈ શક્યું નથી. શાસક પક્ષે વિપક્ષના આ વલણને મહિલા વિરોધી અને ગુનાઈત બેદરકારી ગણાવી છે.

Exit mobile version