Site icon Revoi.in

NRC માટે અરજી નહીં કરનારને નાગરિકતા મળશે તો રાજીનામું આપનાર પહેલો હોઈશ: આસામના CM

Social Share

દિસપુર: આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટને લઈને મંગળવારે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યુ છે કે જો એનઆરસી માટે અરજી નહીં કરનાર વ્યક્તિને નાગરિકતા મળી ગઈ, તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, આસામના મુખ્યમંત્રીએ કહ્યુ છે કે જો એનઆરસી માટે અરજી નહીં કરનાર કોઈ વ્યક્તિને નાગરિકતા મળી જાય છે, તો હું રાજીનામું આપનાર પહેલો વ્યક્તિ હોઈશ.

ચાર વર્ષ પહેલા કેન્દ્ર સરકારે સોમવારે સાંજે વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન અધિનિયમ- સીએએ માટે એક નોટિફિકેશન જાહેર કર્યું હતું. આ 2024ની લોકસભાની ચૂંટણીના કેટલાક સપ્તાહો પહેલા લાગુ થઈ ગયો છે. વિપક્ષી રાજનેતાઓના વિરોધ વચ્ચે ડિસેમ્બર-2019માં સંસદ દ્વારા સીએએને પહેલા જ મંજૂરી આપી દેવામાં આવી હતી.

સરમાની ટીપ્પણી સોમવારે સીએએને લાગુ કરવા માટે કેન્દ્રની ભાજપ સરકારની ટીકા કરનારા વિપક્ષી દળો સાથે આખા આસામમાં થયેલા વિરોધ પ્રદર્શન બાદ આવી છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ શિવસાગરમાં એક કાર્યક્રમથી અલગ કહ્યુ કે હું આસામનો દીકરો છું અને જો એનઆરસી માટે અરજી નહીં કરનારા એકપણ વ્યક્તિને નાગરિકતા મળે છે, તો હું રાજીનામું આપી દેનારો પહેલો વ્યક્તિ હોઈશ.

દેખાવકારોનો દાવો છે કે સીએએના લાગુ થયા બાદ લાખો લોકો રાજ્યમાં પ્રવેશ કરશે. સરમાએ કહ્યુ છે કે જો આવું થાય છે, તો હું વિરોધ કરનાર પહેલો વ્યક્તિ હોઈશ. મુખ્યમંત્રી સરમાએ કહ્યુ છે કે સીએએ બાબતે કંઈપણ નવું નથી, કારણ કે આ પહેલા લાગુ કરવામાં આવ્યો હતો. હવે પોર્ટલ પર અરજી કરવાનો સમય આવી ગયો છે.

સરમાએ કહ્યુ છે કે પોર્ટલ પર ડેટા હવે બોલશે અને આ સ્પષ્ટ થઈ જશે કે અધિનિયમનો વિરોધ કરનારાઓના દાવા તથ્યાત્મક રીતે યોગ્ય છે કે નહીં. સીએએ નિયમ જાહેર કરવાની સાથે, કેન્દ્ર સરકાર હવે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી 31 ડિસેમ્બર, 2014 સુધીમાં ભારતમાં આવેલા પ્રતાડિત બિનમુસ્લિમ પ્રવાસીઓને ભારતની રાષ્ટ્રીયતા પ્રદાન કરવાનું શરૂ કરી દેશે. જેમાં હિંદુ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સામેલ છે.