Site icon Revoi.in

દિવસભર ઉર્જાવાન રહેવા માગો છો, તો બ્રેકફાસ્ટમાં ઉમેરો પ્રોટિનથી ભરપૂર આ વસ્તુઓ

Social Share

બ્રેકફાસ્ટ દિવસભરનો મહત્વપૂર્ણ ભોજન હોય છે. કહેવાય છે કે બ્રેકફાસ્ટ રાજાની જેમ કરવુ જોઈએ એટલે કે હંમેશા બ્રેકફાસ્ટ એનર્જિથી ભરપૂર કરવુ જોઈએ અને ડિનર લાઈટ. બ્રેકફાસ્ટમાં તમે શુ ખાવ છો તેની અસર તમારા આખા દિવસ પર પડે છે.

જો તમે દિવસની શરૂઆત હેલ્દી અને ઉર્જાથી ભરપૂર બ્રેકફાસ્ટથી કરશો તો, આખા દિવસ એનર્જેટિક મહેસૂસ કરશો અને કામમાં મન પમ લાગશે. એટલા માટે બ્રેકફાસ્ટમાં પ્રોટિન ભરપૂર માત્રમાં હોવું જોઈએ.

ગ્રીક યોગર્ટ પારફેટ
બ્રેકફાસ્ટમાં તાજા ફળ, ડ્રાયફ્રુટ્સ અને મધ નાખીને બનાવેલ પારફેટ ખૂબ સારુ અને હેલ્દી ઓપ્શન છે. આમાં ગ્રીક યોગર્ટની લેયરિંગ કરીને એક શાનદાર પારફેટ બનાવાય છે. આ ખાલી ટેસ્ટી જ નહીં, પણ આ તમારી સવારની શરુઆત માટે પ્રોટિનથી ભરપૂર બ્રેકફાસ્ટ છે.

પનીર પેનકેક
પૈનકેક જલ્દીથી બનવા વાળો નાસ્તો છે. પૈનકેકમાં તમે પનીર મિલાવીને તેમાં પ્રોટિનની માત્રા વધારી શકો છો. તેના સેવનથી લાંબા સમય સુધી તમારુ પેટ ભરેલું રહેશે.

બરીટો
બાળકો માટે કે ખાસ કરીને જ્યારે ઉતાવળમાં હોવ ત્યારે તમે બરીટો તૈયાર કરી શકો છો. એના માટે ચપાટીમાં ઈંડા ભુર્જી, શાકભાજી અને ચીઝ નાખીને રોલ કરી લો. તમારો બેટો તૈયાર છે જો તમે ચાહો તો તેમાં લીલી ચટણી ઉમેરીને સ્વાદ વધારી શકો છો.

ક્વિનોઆ
ક્વિનોઆ ખાલી લંચ કે ડિનરમાં ખાઈ શકાય છે પણ તે નાસ્તા માટે પણ સારો ઓપ્શન છે. તેમાં ગ્રીક દહીં, બેરીઝ, નટ્સ, ઓટ સીડ્સ ઉમેરીને પ્રોટીનની સાથે ફાઈબરની માત્રા વધારી શકો છો.

Exit mobile version