Site icon Revoi.in

ઈઝરાયલ લેબનાનના 10 ટકા જેટલા વિસ્તાર ઉપર નિયંત્રણ મેળવશે

Social Share

તેલઅવીવ, 25 માર્ચ 2026: ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયલની સેના આસપાસના દેશોમાં ધમધમતા આતંકવાદીઓના વિસ્તારોમાં પણ સતત હુમલા કરી રહ્યું છે. દરમિયાન ઈઝરાયલના રક્ષામંત્રી ઈઝરાયલ કાટ્ઝએ જણાવ્યું હતું કે, ઈઝરાયલી સેના લિટાની નદીના તટ દક્ષિણી લેબનાન ઉપર કરી લેશે અને ત્યાં એક મજબુત રક્ષાત્મક બફર ઝોન બનાવવામાં આવશે. લિટાની નદી ઈઝરાયલ સીમાથી લગભગ 30 કિમીની આસપાસ છે અને આ વિસ્તાર લેબનાનના ક્ષેત્રફળનો લગભગ 10 ટકા જેટલો વિસ્તાર કવર કરે છે. આમ ઈઝરાયલે પ્રથમવાર જાહેરમાં લેબનાનના મોટા વિસ્તારમાં નિયંત્રણ રાખવીની પોતાની ઈચ્છા જાહેર કરી છે.

ઈઝરાયલના અધિકારીએ જણાવ્યું હતું કે, લેબનાનના દક્ષિણથી લાખો લોકો ઉત્તરમાં જતા રહ્યાં છે અને ત્યાં સુધી પરત નહીં આવી શકે જ્યાં સુઝી ઈઝરાયલ ઉત્તરી વિસ્તારમાં સુરક્ષા પુરી રીતે સુનિશ્ચિત નહીં થાય. ઈઝરાયલે આ નિર્ણય હિઝબુલ્લાહને સંપૂર્ણ રીતે ખતમ કરવા અને પોતાની ઉત્તરમાં આવેલી સીમાઓને સુરક્ષિત રાખવા લીધો છે. જેથી હિઝબુલ્લાહના લડવૈયા અને હથિયારો દક્ષિણ તરફ ના આવી શકે. અધિકારીએ આને આગળની રક્ષાત્મક લાઈન ગણાવીને કહ્યું કે, જ્યાં રોકેટ અને આતંકવાદ છે ત્યાં આઈડીએફ હાજર રહેશે.

બીજી તરફ હિઝબુલ્લાહએ ઈઝરાયલના આ પ્લાનને લેબનાન માટે અસ્તિત્વના ખતરા સમાન ગણાવ્યો છે તેમજ દાવો કર્યો છે કે, તે કોઈ પણ કબજાનો સખત વિરોધ કરશે. હિઝબુલ્લાહએ આજે ઈઝરાયલના હાઈફા અને નાહારિકા પર 30થી વધારે રોકેટથી હુમલો કર્યો હતો જ્યારે ઈરાન દ્વારા પણ ઈઝરાયલ ઉપર ડ્રોનથી સતત હુમલા કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ બહરીનમાં અમેરિકી બેસ ઉપર ફરીથી બ્લાસ્ટ થયો હતો. ઈરાન પોતાની માંગણીઓને લઈને મક્કમ હોવાથી ઈરાન-અમેરિકા વચ્ચેની સંભવિત વાતચીતની શકયતાઓ હાલની સ્થિતિમાં નહીવત જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ સીડીએસ જનરલ અનિલ ચૌહાણ અને યુકેના વાયુસેના વડા એર ચીફ માર્શલ સર હાર્વે સ્મિથે બેઠક યોજી

Exit mobile version