Site icon Revoi.in

કોંગ્રેસ માટે લોકસભા ચૂંટણીમાં 100નો આંકડો પાર કરવો ખૂબ જ મુશ્કેલ, રાજકીય નિષ્ણાંતનો દાવો

Social Share

નવી દિલ્હીઃ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે 100 સીટોનો આંકડો પાર કરવો ખૂબ જ મુશ્કેલ છે. એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી (BJP) આ ચૂંટણીમાં 370 સીટો સુધી પહોંચે તેવી શક્યતા નથી, જોકે તે આ વખતે પણ પશ્ચિમ બંગાળમાં ખૂબ સારું પ્રદર્શન કરી શકે છે. જ્યારે લોકસભામાં કોંગ્રેસની વર્તમાન બેઠકોની ગણતરીમાં મોટા ફેરફારની શક્યતા જોવા મળતી નથી. તેમણે કહ્યું, “જો સીટોની સંખ્યા 50-55 થઈ જશે, તો તેનાથી દેશની રાજનીતિ બદલાશે નહીં.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મને કોંગ્રેસ માટે ચૂંટણી પરિણામોમાં કોઈ સકારાત્મક પરિવર્તન દેખાતું નથી. મોટા ફેરફારો માટે, કોંગ્રેસે 100નો આંકડો પાર કરવો પડશે.” મને નથી લાગતું કે કોંગ્રેસ 100નો આંકડો પાર કરશે. “આજની જેમ તે ખૂબ મુશ્કેલ છે.” બીજી તરફ “ભાજપે તેના કાર્યકરો માટે બેઠકોની જીતનો લક્ષ્યાંક 370 રાખ્યો છે. લોકોએ આ 370 ટાર્ગેટને સાચા ન ગણવા જોઈએ. દરેક નેતાને લક્ષ્ય નક્કી કરવાનો અધિકાર છે. જો તેઓ આ હાંસલ કરી શકે તો તે ખૂબ જ સારું છે, જો તેઓ ન કરી શકે તો પાર્ટીએ તેની ભૂલ સ્વીકારવા માટે પૂરતું નમ્ર હોવું જોઈએ.” તેમના મતે, 2014 પછી, 8-9 ચૂંટણીઓ આવી છે જ્યાં ભાજપ તેના નક્કી લક્ષ્યાંક હાંસલ કરી શકી નથી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, “હું કહી શકું છું કે ભાજપ એકલી 370 બેઠકો મેળવી શકે નહીં. તેની શક્યતા લગભગ નહી સમાન છે. જો આવું થાય તો મને ખૂબ જ આશ્ચર્ય થશે.” પશ્ચિમ બંગાળને લઈને તેમને કહ્યું હતું કે, સંદેશાવાળી જેવી ઘટના બને તો તે ચોક્કસપણે શાસક પક્ષને નુકસાન પહોંચાડશે. ભાજપને 2019માં પશ્ચિમ બંગાળમાં જીતેલી બેઠકો કરતા ઓછી મળવાની શકયતાઓ ખુબ ઓછી છે. ગત ચૂંટણીમાં ભાજપે પશ્ચિમ બંગાળમાં 18 બેઠકો જીતી હતી. કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ અંગે તેમણે જણાવ્યું હતું કે, આ યાત્રાનો સમય નથી કારણ કે લોકસભાની ચૂંટણી ખૂબ નજીક છે.