Site icon Revoi.in

કેરલ હવે કેરલમ તરીકે ઓળખાશે, કેન્દ્ર સરકારે નામ બદલવાની આપી મંજુરી

Social Share

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય કેબિનેટે કેરલનું નામ બદલીને કેરલમ કરવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું હતું કે, જ્યારે ભાષાના આધાર ઉપર રાજ્યનું નિર્માણ થયું ત્યારથી જ આ માંગણી હતી કે, કેરલની જગ્યાએ નામ કેરલમ હોવુ જોઈએ. આ માંગને કેબિનેટે સ્વિકારી લીધી છે. આ પગલુ આ વર્ષે કેરલમાં થનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ઉઠાવવામાં આવ્યું છે.

નવા વડાપ્રધાન કાર્યાલય ભવન સેવા તીર્થ ખાતે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની આ પ્રથમ બેઠક હતી. કેરલ વિધાનસભામાં 24 જૂન 2024ના રોજ સામાન્ય સહમતિ સાથે એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્ર સમક્ષ રાજ્યનું નામ સત્તાવાર રીતે બદલીને કેરલમ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. કેરલ વિધાનસભામાં આ પ્રસ્તાવ બીજી વખત રજૂ કરવામાં આવ્યો હતો. પ્રથમ પ્રસ્તાવની સમીક્ષા કરીને ગૃહ મંત્રાલય દ્વારા કેટલાક ફેરફાર સુચવ્યા હતા.

કેરલના મુખ્યમંત્રી પિનરાઈ વિજ્યન ઈચ્છતા હતા કે, કેન્દ્ર સરકાર સંવિધાનની આઠમી અનુસુચીમાં શામિલ તમામ ભાષાઓમાં દક્ષિણી રાજ્યનું નામ કેરલથી બદલીને કેરલમ કરે. કેરલ વિધાનસભામાં ઓગસ્ટ 2023માં આ પ્રકારનો એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો હતો. જો કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તેમાં કેટલાક ફેરફાર સૂચવ્યાં હતા.

આ પણ વાંચોઃ બંગાળ SIR પ્રક્રિયામાં તેજી લાવવા સુપ્રીમનો આદેશ, ન્યાયીક અધિકારીઓની સંખ્યા વધારવા નિર્દેશ

Exit mobile version