Site icon Revoi.in

વડોદરામાં નિર્મિત મેઈડ ઈન ઈન્ડિયા સૈન્ય પરિવહન વિમાને ભરી પ્રથમ ઉડાન, જુઓ વીડિયો

Made in India military transport aircraft manufactured in Vadodara makes its first flight, watch video

Made in India military transport aircraft manufactured in Vadodara makes its first flight, watch video

Social Share

વડોદરા, 11 જૂન 2026 – વડોદરામાં નિર્મિત મેઈડ ઈન ઈન્ડિયા સૈન્ય પરિવહન વિમાને પ્રથમ ઉડાન ભરી છે.

આ ઐતિહાસિક ક્ષણનો વીડિયો શૅર કરતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ લખ્યું છે કે, ભારત માટે આ ગર્વની ક્ષણ છે. દેશના પ્રથમ મેઈડ ઈન ઈન્ડિયા સૈન્ય એરક્રાફ્ટ સી295 પરિવહન વિમાને સફળતાપૂર્વક પ્રથમ ઉડાન ભરી છે. એરબસ અને ટાટા દ્વારા વડોદરામાં એસેમ્બલ થયેલા આ વિમાન સાથે ઇતિહાસ રચાઈ રહ્યો છે.
હર્ષ સંઘવીએ આગળ લખ્યું છે કે, ગુજરાતની ધરતીથી ભારતના આકાશમાં આત્મનિર્ભર ભારત એ હવે માત્ર લક્ષ્યાંક ન રહેતા વાસ્તવિકતા બની છે.

જુઓ એ ઐતિહાસિક ક્ષણનો વીડિયો…

Exit mobile version