અમદાવાદ, 25 એપ્રિલ 2026: ભારતમાં આ વર્ષે ચોમાસુ વહેલુ આગમન થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ ચોમાસાની વહેલા આગમનની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસુ જૂનના પ્રથમ પખવાડિયામાં દસ્તક દે તેવી શકયતા છે. એટલું જ નહીં ચાલુ વર્ષો ચોમાસામાં સારો વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. ભારતમાં ચોમાસાની એન્ટ્રી કેરલાથી થાય છે. ભારતમાં ચાલુ વર્ષે જૂનના અંતિમ સપ્તાહમાં થવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં હાલ ઉનાળાની આકરી ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે આવી આકરી ગરમીમાં રાહતની આગાહી હવામાન નિષ્ણાંતોએ કરી છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર રાજ્યમાં થોડા દિવસમાં જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. તેમજ રાજ્યના કેટલાક ભાગોમાં પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યમાં ચાલુ એપ્રિલ મહિના અંતમાં અને મે મહિનાની શરૂઆતમાં વરસદી ઝાપટાંની સાથે કરા પડવાની શકયતાઓ છે. જો કે, રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ સારુ રહેવાની હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે. ગુજરાતમાં જૂન અને ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ પડશે. 8થી 15 જૂન વચ્ચે ગુજરાતમાં થશે ચોમાસાનું આગમન થશે. જૂન અને ઓગસ્ટમાં સારો વરસાદ રહેશે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 1 જૂનની આસપાસ કેરળના દરિયાકાંઠે પહોંચી શકે છે. ત્યારબાદ તે આગળ વધતા ભોપાલ સહિત મધ્ય ભારતમાં 15 થી 20 જૂન વચ્ચે દસ્તક દેશે.
યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ્સના નવા ડેટા અનુસાર, મેના અંત સુધીમાં ચોમાસું દક્ષિણ ભારત પહોંચવાની ધારણા છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસું ભારતમાં સૌથી પહેલા કેરળમાં દસ્તક આપે છે અને ત્યારબાદ તે અન્ય રાજ્યો તરફ ઉપરની તરફ વધે છે. સૌથી પહેલા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 18-25 મે વચ્ચે ગમે ત્યારે પહોંચી શકે છે. કેરળમાં પણ ચોમાસું 25 મેની આસપાસ દસ્તક આપી શકે છે.

