Site icon Revoi.in

ફિલ્મ ‘મેં અટલ હું’ રિલીઝ થઈઃ દર્શકોએ ફિલ્મ અને પંકજ ત્રિપાઠીના અભિયનની કરી પ્રશંસા

Social Share

મુંબઈઃ ફિલ્મ અભિનેતા પંકજ ત્રિપાઠી અભિનીત ફિલ્મ ‘મૈં અટલ હું’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીની બાયોપિક છે, જેમાં પંકજ ત્રિપાઠીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મનું નિર્દેશન રવિ જાધવે કર્યું છે. પ્રથમ દિવસે ફિલ્મ જોઈને નીકળેલા દર્શકોએ ફિલ્મની પ્રશંસા કરી છે. દર્શકોએ પંકજ ત્રિપાઠીના અભિનિયની પણ પ્રશંસા કરી હતી.

દર્શકોએ કહ્યું હતું કે, ફિલ્મમાં અટલ બિહારી બાજપેયીનું સમગ્ર જીવન બરાબર બતાવવામાં આવ્યું છે. પંકજ ત્રિપાઠીએ પૂર્વ પીએમની ભૂમિકા ખૂબ જ શાનદાર રીતે ભજવી છે. તેણે સંપૂર્ણ ન્યાય કર્યો છે. એક મહિલા દર્શકે કહ્યું, ‘આ ફિલ્મ જોયા પછી હું ખૂબ જ ઉત્સાહિત છું. હું મારા બાળકોને સંઘ પરિવાર પાસેથી શું શીખવું તે શીખવીશ. અન્ય દર્શકે કહ્યું હતું કે, ‘ફિલ્મમાં અટલજીનું જીવન જેવું હતું તેવું દર્શાવવામાં આવ્યું છે. આખી ફિલ્મ તેમના પર છે. ફિલ્મ ખૂબ જ અદ્ભુત છે. જો કોઈને રાજકીય ઈતિહાસમાં રસ હોય તો તેણે ફિલ્મ જોવી જ જોઈએ. પંકજ ત્રિપાઠીએ આ ફિલ્મમાં અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી છે.

એક દર્શકે કહ્યું, ‘પંકજ ત્રિપાઠીની એક્ટિંગ અદભૂત છે. તેમને જોઈને એવું નથી લાગતું કે તે એક્ટર છે, આ ફિલ્મ આપવા માટે મારી પાસે પૂરતા સ્ટાર્સ નથી. આ ફિલ્મ દ્વારા જાણી શકાશે કે ભાજપની શરૂઆત કેવી રીતે થઈ. અન્ય દર્શકે કહ્યું કે, આ પ્રકારની ફિલ્મો બનતી રહેવી જોઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે મહાનુભાવો સાથે અસલ જીંદગીમાં શું થયું હતું. ફિલ્મમાં પંજક ત્રિપાઠીએ અટલજીના પાત્રને એકદમ જીવંત કરી નાખ્યું છે. આ ફિલ્મથી આપણને અટલજીને ખુબ નજીક જાણવામાં મદદ મળે છે.