Site icon Revoi.in

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભુજના ટાઉન હૉલ ખાતે સંગીતમય પરફોર્મન્સ

Musical performance by Indian Air Force Band Team at Bhuj Town Hall

Musical performance by Indian Air Force Band Team at Bhuj Town Hall

Social Share

ભુજ, 10 ઓગસ્ટ 2026 – ભુજના ટાઉન હૉલ ખાતે 9 ઓગસ્ટ 2026ના રોજ દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC)ના વાયુસેના બેન્ડ દ્વારા એક શાનદાર સંગીતમય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભુજ મતવિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ શિવદાસ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિષ્ઠિત મહાનુભાવો અને ઉત્સાહી જાહેર પ્રેક્ષકોના ગરીમાપૂર્ણ સહમિલનના સાક્ષી બનેલા આ કાર્યક્રમનું આયોજન અનુકરણીય ચોકસાઈ, દેશભક્તિના ઉત્સાહ અને ગૌરવપૂર્ણ ભવ્યતા સાથે કરવામાં આવ્યું હતું.

વરિષ્ઠ નાગરિક અને સૈન્ય મહાનુભાવો, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને SWAC વાયુસેના બેન્ડના શાનદાર પરફોર્મન્સની તેમણે પ્રશંસા કરી હતી. દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC)ના IAF બેન્ડ દ્વારા ઉત્કૃષ્ટ અને કાળજીપૂર્વક તૈયાર કરાયેલા પરફોર્મન્સ સાથે કાર્યક્રમ આગળ વધ્યો હતો, જેમાં સિમ્ફોનિક પ્રતિભા અને ઓર્કેસ્ટ્રા શ્રેષ્ઠતાનું સુમેળભર્યું મિશ્રણ રજૂ કરવામાં આવ્યું હતું.

Musical performance by Indian Air Force Band Team at Bhuj Town Hall

આ પરફોર્મન્સથી પ્રેક્ષકો મંત્રમુગ્ધ થયા હતા અને પ્રેરણા પણ મેળવી હતી. આ કાર્યક્રમમાં ભારતીય વાયુસેનાની કામગીરી દર્શાવતું ડિજિટલ ડિસ્પ્લે પણ રજૂ કરવામાં આવ્યું હતું. બાદમાં દેશભક્તિના ગીતો, માર્શલ ટ્યૂન અને લોકપ્રિય વાદ્ય રચનાઓનો ભારતીય વાયુસેનાની સમૃદ્ધ પરંપરાઓ અને વ્યાવસાયિકતાને પ્રતિબિંબિત કરતો જીવંત સંગ્રહ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારતીય સેનાના સેવા નિવૃત્ત ગેલેન્ટ્રી એવોર્ડ વિજેતાઓ તેમજ વીર નારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ભારતીય વાયુસેનાની આઉટરીચ પહેલના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દર વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે યોજીને જનતા સાથે જોડાણ કરવામાં આવે છે અને યુવાનોને નાગરિક-સૈન્ય સંબંધોને મજબૂત બનાવવા માટે પ્રેરણા આપે છે. નાગરિકો ઉત્સાહપૂર્વક દેશભક્તિના ગીતો ગાવામાં જોડાયા હતા તથા એકતા અને રાષ્ટ્રીય ગૌરવનો માહોલ બનાવ્યો હતો.

Exit mobile version