Site icon Revoi.in

હવે ફ્લાઇટમાં માસ્ક પહેરવાની જરૂર નથી, પરંતુ સરકારે મુસાફરોને આપી આ સલાહ.

Social Share

નવી દિલ્હી:દેશમાં કોરોનાના  સક્રિય કેસોની સંખ્યા કુલ ચેપના માત્ર 0.02 ટકા છે. રિકવરી રેટ પણ વધીને 98.79 ટકા થયો છે. તે જ સમયે, કોરોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યા પણ વધીને 4,41,28,580 થઈ ગઈ છે. જયારે આ રોગથી થતો મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો છે. હમણાં સુધી હવાઈ ​​મુસાફરી દરમિયાન ચહેરા પર માસ્ક પહેરવાનું  ફરજિયાત હતું, પણ હવે સરકારે હવે આજથી, બુધવારથી આને મરજિયાત  કરી દીધું છે. જોકે, આમ છતાં હવાઈ મુસાફરી કરતાં મુસાફરોએ તેનો ઉપયોગ કરવાનું બંધ ન કરવું જોઈએ, તેવું પણ સરકારનું કહેવું છે.  નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે હવાઈ મુસાફરી દરમિયાન માસ્ક પહેરવાનું હવે જરૂરી નથી, પરંતુ કોરોનાવાયરસના  કેસની ઘટતી સંખ્યા વચ્ચે મુસાફરોએ માસ્કનો ઉપયોગ કરવાનું બંધ ન કરવું જોઈએ.

એરલાઈન્સને મોકલવામાં આવેલા પત્રમાં મંત્રાલયે જણાવ્યું છે કે આ નિર્ણય સરકારની કોવિડ મેનેજમેન્ટ રિસ્પોન્સ માટે ગ્રેડ અપ્રોચની નીતિને અનુરૂપ લેવામાં આવ્યો છે.મંત્રાલયના જણાવ્યા અનુસાર  “…ફ્લાઇટમાં ઘોષણાઓ ફક્ત એ વાતનો ઉલ્લેખ કરી શકે છે કે કોવિડ-19 દ્વારા ઊભાં  થયેલા જોખમને ધ્યાનમાં રાખીને, તેને રોકવા માટે તમામ મુસાફરોએ માસ્ક/ફેસ કવરનો ઉપયોગ કરવો જોઈએ.” મંત્રાલયે વધુમાં  એમ પણ કહ્યું હતું કે ઇન-ફ્લાઇટ ઘોષણાઓના ભાગ રૂપે દંડ/શિક્ષાત્મક કાર્યવાહીના કોઈ ચોક્કસ સંદર્ભની જાહેરાત કરવાની જરૂર નથી.

(ફોટો: ફાઈલ)