Site icon Revoi.in

દેશમાં ઠેરઠેર લેન્સકાર્ટ વિરુદ્ધ આક્રોશ, બાહોશ હિન્દુઓ શું કરી રહ્યા છે, જુઓ VIDEO

Outrage against Lenskarts all over the country, what are the brave Hindus doing

Outrage against Lenskarts all over the country, what are the brave Hindus doingYour paragraph text - 1

Social Share

રિવોઈ ન્યૂઝ, 20 એપ્રિલ, 2026 – દેશમાં ઠેરઠેર લેન્સકાર્ટની ચશ્માની દુકાનો સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. અનેક બાહોશ હિન્દુઓ અને સનાતનમાં શ્રદ્ધા રાખતા મુસ્લિમો પણ લેન્સકાર્ટની દુકાનોમાં જઈને હિન્દુ કર્મચારીઓને તિલક લગાવીને તેમને હિંમત આપી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ #બૉયકોટલેન્સકાર્ટ પણ સમગ્ર દેશમાં ટ્રેન્ડિંગ કરી રહ્યું છે.

નાઝિયા એલાહી ખાન નામે એક સનાતની મુસ્લિમ મહિલા હંમેશા ખૂબ આક્રમકતાથી હિન્દુઓની પડખે ઊભા રહે છે એટલું જ નહીં પરંતુ હિન્દુઓને જેહાદીઓનો સામનો કરવાની વૈચારિક હિંમત પણ આપતા રહે છે. નાઝિયા ખાને ગઈકાલે વિવિધ લેન્સકાર્ટ સ્ટોરની મુલાકાત લઈને ત્યાં ઉપસ્થિત હિન્દુઓને જાતે તિલક કરીને તેમને હિંમત આપી હતી એટલું જ નહીં પરંતુ એક સ્ટોરના મુસ્લિમ મેનેજરને જાહેરમાં તતડાવી નાખ્યો હતો.

બજરંગ દળના કાર્યકરોએ પણ લેન્સકાર્ટના વિવિધ સ્ટોરમાં જઈને હિન્દુ કર્મચારીઓને તેમની ઓળખ બાબતે શરમ નહીં રાખવા હિંમત આપી હતી.

અન્ય એક સનાતનીએ લેન્સકાર્ટના એક સ્ટોરમાં પહોંચીને પોતે પહેલા ખરીદેલા ચશ્મા ત્યાંજ તોડીને નાખી દીધા હતા અને લેન્સકાર્ટની હિન્દુ વિરોધી નીતિનો પ્રખર વિરોધ નોંધાવ્યો હતો.

આ પણ વાંચોઃ TCS – લેન્સકાર્ટ બાદ હવે નાગપુરના NGOમાં ધર્માંતર કાંડ, આરોપી રિયાજ ફાજિલની ધરપકડ

આ ઉપરાંત અગાઉ લેન્સકાર્ટમાં કામ કરી ચૂકેલા એક યુવાને પણ આ ચશ્માની દુકાનની હિન્દુ વિરોધી નીતિ ખૂલ્લી પાડી છે. જુઓ…

 

Exit mobile version