Site icon Revoi.in

પશુપતિ પારસે લગાવી ઈન્ડિયા ગઠબંધનમાં જવાની અટકળો પર બ્રેક, પીએમ મોદી સાથેની તસવીર કરી પોસ્ટ

Social Share

નવી દિલ્હી: બિહારમાં એનડીએની સીટ શેયરિંગમાં આરએલજેપી અધ્યક્ષ પશુપતિ પારસના હાથ ખાલી રહ્યા હતા. તેમને ગઠબંધનમાં એકપણ બેઠક મળી ન હતી. તેના પચી અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું. કહેવામાં આવી રહ્યું હતું કે પશુપતિ પારસ હવે બાગી તેવર દેખાડી શકે છે અને તેઓ ઈન્ડિયા બ્લોકમાં જોડાય તેવી શક્યતા છે. પરતું હવે પશુપતિ પારસે સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ એનડીએની સાથે જ રહેશે. તેમણે સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેયર કરીને લખ્યું છે કે અમારી પાર્ટી આરએલજેપી, એનડીએનું અભિન્ન અંગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમારા પણ નેતા છે અને તેમનો નિર્ણય અમારા માટે સર્વોપરી છે.

મહત્વપૂર્ણ છે કે એનડીએમાં એકપણ બેઠક નહીં મળ્યા બાદ પશુપતિ પારસે કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યુ હતુ કે મારી અને મારી પાર્ટીની સાથે નાઈન્સાફી થઈ. અમને એકપણ બેઠક આપવામાં આવી નથી. રાજીનામું આપતા પહેલા સુધી પશુપતિ પારસ મોદી સરકારમાં ખાદ્ય અને પ્રસંસ્કર મંત્રી હતા. પશુપતિ પારસ સીટ શેયરિંગમાં ચિરાગ પાસવાનની એલજેપીઆરને પાંચ લોકસભા બેઠક મળવાને કારણે નારાજ હતા. તેમમે સૌથી મોટી નારાજગી એ વાત પર દર્શાવી હતી કે તેમની પાર્ટીને એકપણ બેઠક આપવામાં આવી ન હતી. તેની સાથે જ સીટ શેયરિંગની ઘોષણાથી પહેલા તેમની સાથે વાત પણ કરવામાં આવી ન હતી.

પશુપતિ પારસે લાંબી નારાજગી બાદ આખરે ચુપકીદી તોડી છે. તેમણે કહ્યુ છે કે અમારી પાર્ટી આરએલજેપી, એનડીએનું અભિન્ન અંગ છે. પીએમ મોદી અમારા નેતા છે. તેમના નેતૃત્વમાં એનડીએ આખા દેશમાં 400થી વધારે બેઠકો પ્રાપ્ત કરશે અને ત્રીજીવાર રેકોર્ડ તોડ બહુમતીથી એનડીએની સરકાર બનશે.