Site icon Revoi.in

ભાજપને કોર્ટમાં જવાની ડૉ. સુબ્રમણ્યમ સ્વામીની ચેતવણી,ઉઠાવ્યા છે પાર્ટીની આંતરીક ચૂંટણીઓ પર સવાલ!

Social Share

નવી દિલ્હી : ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ ભાજપની આંતરીક ચૂંટણીઓનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે પાર્ટી અધ્યક્ષ જે. પી.નડ્ડાને ચિઠ્ઠી લખીને તેમના અધ્યક્ષ બનવા અને તેમના કાર્યકાળના વિસ્તરણને લઈને સવાલ ઉઠાવ્યા છે. સ્વામીએ આ ચિઠ્ઠી પણ સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેયર કરી છે. તેમનો દાવો છે કે ભાજપમાં પાર્ટીના બંધારણ પ્રમાણે સંગઠનિક પદો પર ચૂંટણી થતી નથી.

પોતાની પાર્ટીના બંધારણ અને ચૂંટણી પંચના નિયમોને ટાંકીને સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે જો પાર્ટી અધ્યક્ષના કાર્યકાળનું વિસ્તરણ કરવામાં આવે છે, તો તે પણ ચૂંટણી દ્વારા જ થવું જોઈએ.

ચિઠ્ઠી લખવાની સાથે સુબ્રમણ્યમ સ્વામીએ પાર્ટી અધ્યક્ષના જવાબની અપેક્ષા રાખવા સાથે એમ પણ લખ્યું છે કે તેઓ વ્યક્તિગતપણે મળીને આના સંદર્ભે વાત કરવા માટે પણ ઉપલબ્ધ છે. પરંતુ આવું નહીં થવાની સ્થિતિમાં તેમણે અદાલતમાં જવાની ચેતવણી પણ આપી છે.

ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ એક માસનો સમય આપ્યો છે અને કહ્યુ છે કે જો તેમને પાર્ટી તરફથી જવાબ નહીં મળે, તો તેઓ પાર્ટી અધ્ક્ષની ચૂંટણી અને કાર્યકાળમાં વિસ્તરણને કોર્ટમાં પડકારશે. મહત્વપૂર્ણ છે કે રાજ્યસભામાંથી રિટાયર થયા બાદ સુબ્રમણ્યમ સ્વામી ભાજપના નેતૃત્વ પર સવાલ ઉઠાવવા લાગ્યા હતા.પરતું હવે વધુ આક્રમક થઈ ગયા છે. હવે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની વિદેશ નીતિ, આર્થિક નીતિ અને સામરિક નીતિની ખુલીને ટીકા કરી રહ્યા છે.