Site icon Revoi.in

કોરોનાના નવા સ્વરૂપ વચ્ચે ભારતમાં નાતાલ અને ન્યૂયરને લઈને તંત્ર એલર્ટ

Social Share

દિલ્હીઃ બ્રિટનમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળતા ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ભય ફેલાયો છે. બીજી તરફ ભારતમાં કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે સરકાર દ્વારા અસરકાર કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન નાતાલ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત રાજ્યોમાં નાઈટ કર્ફ્યુનો અમલ કરવામાં આવ્યો છે. જ્યારે ગુજરાતમાં અમદાવાદ સહિત ચાર શહેરમાં હાલ નાઈટ કર્ફ્યુનો અમલ થઈ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનમાં તા.31મી ડિસેમ્બરના દિવસે સરકારે નાઇટ કરફ્યુનું એલાન જાહેર કર્યું છે. આ કરફ્યુ રાતના 8 વાગ્યાથી શરૂ થઇને સવારના 6 વાગ્યા સુધી રહેશે. સાંજના સાત વાગ્યાથી બધી બજારને બંધ કરી દેવામાં આવશે. એટલું જ નહીં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. આવી જ રીતે કર્ણાટકમાં તા. 1લી જાન્યુઆરી સુધી રાતના 11થી સવારના 5 વાગ્યા સુધીનો કર્ફ્યુ નાખવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં તા.5મી જાન્યુઆરી સુધીનું રાતના 11 વાગ્યાથી લઈને સવારનાં 6 વાગ્યા સુધી નાઇટ કરફ્યુનું ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું.

તમિલનાડુમાં કોઈ કરફ્યુ લગાવવામાં આવ્યું નથી પરંતુ 31મી ડીસેમ્બર અને 1લી જાન્યુઆરીના દિવસે તમિલનાડુમાં રેસ્ટોરન્ટ ,બીચ, ક્લબ અને રિસોર્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આવી જ રીતે દહેરાદૂનમાં વહીવટીતંત્રએ ક્રિસમસ અને નવા વર્ષના દિવસે હોટલ, બાર, રેસ્ટોરન્ટ્સ અને અન્ય જાહેર સ્થળોએ સામૂહિક પાર્ટીઓ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત ચાર શહેરમાં નાઈટ કર્ફ્યુ નાખવામાં આવ્યો છે.