Site icon Revoi.in

કોરોના સંકટઃ ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી, જામનગરમાં પ્રથમ કેસ નોંધાયો

Social Share

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાબાગના દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પગલે ફફડાટ ફેલાયો છે. ભારતના કર્ણાટકમાં બે દિવસ પહેલા જ ઓમિક્રોનના બે કેસ નોંધાયાં હતા. દરમિયાન ગુજરાતમાં હવે ઓમિક્રોનનો પ્રવેશ થયો છે. જામનગરમાં નવા વેરિએન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. આ વ્યક્તિ ઝિમ્બાવવેથી પરત આવ્યો હતો. તેના જરૂરી નમુના તપાસ માટે પૂના મોકલવામાં આવ્યાં હતા. દરમિયાન આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ઝીમ્બાવવેથી તાજેતરમાં હવાઈ માર્ગે ગુજરાત આવેલી જામનગરની વ્યક્તિના 30 તારીખના રોજ સેમ્પલ લેવામાં આવ્યાં હતા અને આ સેમ્પલ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યાં હતા. દરમિયાન આજે તેમનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી ગુજરાત સરકાર હરકતમાં આવી છે.

ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ આવ્યો છે. દર્દીને હોસ્પિટલમાં આઈસોલેટ કરવામાં આવ્યાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના એસઓપી અનુસાર પગલા લેવામાં આવશે. લગભગ વિદેશતી આવેલા 450 વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરાયો હતો. જેમાથી ચાર વ્યક્તિઓ પોઝિટિવ આવ્યાં હતા અને આજે ઓમિક્રોનનો કેસ સામે આવ્યો છે.

તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે. ઝીમ્બાવવેથી આવેલા 72 વર્ષિય વૃદ્ધનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. કોરોના રસીના બંને ડોઝ લેનારા વૃદ્ધનો પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમજ ઓમિક્રોનના શંકાસ્પદ કેસને ધ્યાનમાં રાખીને જરૂરી સેમ્પલ તપાસ માટે મોકલી આપવામાં આવ્યાં હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારના એસઓપીનું પાલન કરવામાં આવશે.