Site icon Revoi.in

સંસ્થાનું નામ હિન્દુ રાષ્ટ્ર શક્તિ, પણ ચેરમેનનું નામ જાણો છો? જુઓ વીડિયો

The name of the organization is Hindu Rashtra Shakti, but do you know the name of the chairman

The name of the organization is Hindu Rashtra Shakti, but do you know the name of the chairman

Social Share

રિવોઈ ન્યૂઝ, 19 મે, 2026સંસ્થાનું નામ છે હિન્દુ રાષ્ટ્ર શક્તિ. આ નામે એક સ્વૈચ્છિક સંગઠન – એનજીઓ રજિસ્ટર કરાવવા માટે અરજી થઈ છે, પરંતુ રજિસ્ટ્રાર ઑફિસે અરજીની વિગતો ચકાસતાં અધિકારીઓ ચોંકી ગયા હતા.

આ સંદર્ભમાં વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં એક વ્યક્તિ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, તેમની પાસે એક સ્વૈચ્છિક સંસ્થાની નોંધણી માટેની અરજી આવી છે. આ નોંધણી હિન્દુ રાષ્ટ્ર શક્તિ – દેશ, ધર્મ, દેવાલય – એવા લોગો સાથે આવી છે. સંપૂર્ણ હિન્દુ લાગતા આ લોગોમાં અખંડ ભારતનો નકશો છે, સાથે ત્રિશૂલ અને ડમરૂ પણ છે.

લોગો અને નામ પરથી કોઈપણ વ્યક્તિ આસાનીથી એવું સમજી લે કે કોઈ રાષ્ટ્રવાદી – સનાતનીએ આ સંસ્થા રજિસ્ટર કરાવવા માટે અરજી કરી હશે. પરંતુ નોંધણી કરનાર કચેરીએ અરજી કરનારનું નામ જોયું તો તેઓ ચોંકી ગયા. સંસ્થાના ચેરમેન તરીકે સૈયદ સિકંદર અબ્બાસ રિઝવીનું નામ છે.

વીડિયો બનાવનાર વ્યક્તિનું કહેવું છે કે, આ ખરેખર ચિંતાજનક બાબત છે. આવી કેટલી સંસ્થાઓ હિન્દુ નામે હશે પરંતુ તેમની પાછળ કામ કરનારા લોકો કોણ હશે તે કોઈ જાણતું નથી. અને હિન્દુ નામ વાંચીને, હિન્દુ પ્રતીકો જોઈને દેશના હિન્દુઓ ઉદાર હાથે આવી સંસ્થાઓને ફાળો આપતા હશે એવી પણ ચિંતા વીડિયોમાં વ્યક્ત કરવામાં આવી છે.

જુઓ વીડિયો…

Exit mobile version