Site icon Revoi.in

બ્રેકફાસ્ટ સંબંધિત આ 3 ભૂલો સમય પહેલા તમને વૃદ્ધ બનાવી શકે છે

Social Share

સારી ખાવા-પીવાની આદત અને સ્વસ્થ હેલ્થની આદતો વ્યક્તિને લાંબા સમય સુધી યુવાન અને ખૂબ સુંદર રાખવામાં મદદ કરે છે. પોતાની ફિટનેસ અને સુંદરતા જાળવવા માટે લોકો ક્યારેક જિમનો તો ક્યારેક સારા ડાઈટનો સહારો લે છે. ઘણી વખત સવારના નાસ્તા સાથે જોડાયેલી 3 ભૂલો તમારી મહેનત અને સ્વાસ્થ્ય બંને બગાડે છે. ઘણી વખત લોકો પોતાની લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલ કેટલીક ભૂલો કરે છે, જેના કારણે તેમના ફેસ પર ખૂબ જ જલ્દીથી એજિંગ(વૃદ્ધત્વ) દેખાવા લાગે છે.

• ખાલી પેટે કેફીનનું સેવન
ઘણા લોકોને સવારે ખાલી પેટ ચા કે કોફી પીવાની આદત હોય છે. આવા લોકોને ચા કે કોફી પીધા વગર ઊંઘ નથી આવતી. જો તમને પણ ખાલી પેટ ચા કે કોફી પીવાની આદત હોય તો આ બેડ-ટી કલ્ચર તમારા સ્વાસ્થ્ય માટે સમસ્યા બની શકે છે. ચા અથવા કોફી પ્રકૃતિમાં એસિડિક હોય છે. ખાલી પેટે તેનું સેવન કરવાથી એસિડિક-બેઝ બેલેન્સ બગડી શકે છે, જે ઘણીવાર એસિડિટી તરફ દોરી જાય છે.

• પ્રોટીન અને ફાઇબરનો સમાવેશ ના કરો
સવારની દોડભાગ અને સમયની કમી, ઘણી વખત લોકો નાસ્તા માટે ઝડપી ઓપ્શન શોધે છે. આવા આહારમાં પ્રોટીન અને ફાઈબરની પૂરતી માત્રાના અભાવને કારણે, વ્યક્તિ વાળ ખરવા, થાક, ડાયાબિટીસ, શુષ્ક ત્વચા, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓનો સામનો કરવા લાગે છે, જેના કારણે વૃદ્ધત્વની પ્રક્રિયા ઝડપી થવા લાગે છે.

• સવારે ખાલી પેટે જ્યુસનું સેવન
તમે ડાયાબિટીસના દર્દી છો તો ખાલી પેટે જ્યુસનું સેવન ન કરો. ખાલી પેટે જ્યુસ પીવાથી બ્લડ શુગર લેવલ વધવાનો ખતરો રહે છે. જે સોજો અને અકાળે વૃદ્ધત્વ તરફ દોરી શકે છે.