Site icon Revoi.in

અરુણાચલની આ જગ્યાઓ છે અતિસુંદર, ઉનાળામાં વેકેશનની મજા માણી શકાય તેવા સ્થળો

Social Share

અરુણાચલ પ્રદેશ ભારતના સૌથી સુંદર જગ્યાઓ માંથા એક છે. સંસ્કૃતિથી લઈ ખોરાક અને હવામાન દરેક વસ્તુમાં આ પ્રદેશ અલગ છે. એને તેના લીધે ખાસ પણ છે. આ પ્રદેશને પૂર્વનો સૂર્યોદય પણ કહે છે. 20 ફેબ્રુઆરીએ અરુણાચલ પ્રદેશ તેનો સ્થાપના દિવસ ઉજવે છે. ઉનાળામાં ફરવા માટે આ શાનદાર જગ્યા છે. અરુણાચલ પ્રદેશ ફરવા માટે ખૂબ જ અદભૂત જગ્યા છે. જો તમે અહીં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જાણી લો કઈ જગ્યાઓ તમારે બિલકુલ મિસ ન કરવી જોઈએ.

• રોઈંગ
રોઈંગને અરુણાચલ પ્રદેશની જાન કહેવામાં આવે છે. સ્વચ્છ નદીઓ, બરફથી ઢંકાયેલા પહાડો, તળાવો અને ધોધ તેની સુદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. અહીં ફેબ્રુઆરી મહીનામાં ફેસ્ટિવલ પણ હોય છે. જે ખૂબ જ રોમાંચક હોય છે. દૂર દૂરથી પ્રવાસીઓ આને જોવા આવે છે. રોઈંગ અરુણાચલ પ્રદેશની દિબાંગ ઘાટીમાં આવેલું છે. એડવેંન્ચરથી લઈને નેચર લવર માટે ઉત્તમ જગ્યા છે.

• ચાંગલાંગ
અરુણાચલ પ્રદેશના ચાંગલાંગ તેની નાયાબ સુંગરતા માટે જાણીતુ છે. આ જગ્યા અરુણાચલની ખાસ સંસ્કૃતિ અને પરંપરાઓને સમાવે છે. અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરથી ચાંગલાંગની દૂરી 307 કિમી છે. ચાંગલાંગ સમુદ્ર તટથી 200 મીટરથી 4,500 મીટરની ઉંચાઈ પર આવેલું છે. આ સ્થળ ફોટોગ્રાફી માટે બહેતરીન છે.

• ઝીરો વેલી
અરુણાચલ પ્રદેશના લોઅર સુબાનસિરી જિલ્લામાં સમુદ્ર સપાટીથી લગભગ 5500 ફૂટની ઉંચાઈ પર આવેલું ઝીરો વેલી એક ખૂબ જ સુંદર સ્થળ છે. દૂર-દૂર સુધી ફેલાયેલા લીલા ઘાસના મેદાનો, લીલાછમ વાંસના જંગલો, ઉપર સ્વચ્છ વાદળી આકાશ તમારી સફરને યાદગાર બનાવશે.