Site icon Revoi.in

ધોલેરામાં સોલાર પાર્કની યુ.કે.ના નાયબ વડાપ્રધાન એન્જેલા રેનરે મુલાકાત લીધી

Social Share

અમદાવાદઃ યુકેના નાયબ વડાપ્રધાન એન્જેલા રેનર હાલ ભારતની મુલાકાતે છે દરમિયાન તેઓ ગુજરાતમાં આવ્યા હતા.યુ.કે.ના શેડો નાયબ વડાપ્રધાન અને લેબર પાર્ટીના ડેપ્યૂટી લીડર એન્જેલા રેનર અને અન્ય ડેલિગેટ્સે ધોલેરામાં સ્થિત સોલાર પાર્કની મુલાકાત લીધી હતી.

સોલાર પાર્કની મુલાકાત દરમિયાન એન્જેલા રેનરે સોલાર પાર્કથી ઉત્પન્ન થતી વીજળી, ટેકનિકલ બાબતો સહિત સોલાર પાર્કની સમગ્ર કામગીરીની માહિતી મેળવી હતી. તેમજ આ અંગે અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી.