Site icon Revoi.in

કચ્છમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની શિક્ષિકાનું કારસ્તાન, અને પછી જે થયું, જુઓ વીડિયો

St. Xavier's School in Kutch

St. Xavier's School in Kutch

Social Share

આદિપુર-કચ્છ, 24 ફેબ્રુઆરી, 2026કચ્છમાં મિશનરી સ્કૂલ સેન્ટ ઝેવિયર્સની એક શિક્ષિકાની ધાર્મિક અસહિષ્ણુતાને કારણે સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ હતી. આ અંગે હિન્દુ સંગઠનોને જાણ થતા તેઓ સ્કૂલમાં પહોંચી ગયા હતા અને શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ કરી.

મળતા અહેવાલ અનુસાર આદિપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં એક વિદ્યાર્થિની પોતાની સાથે હનુમાન ચાલીસા લઈને ગઈ હતી. જો કે વર્ગના એક શિક્ષિકાથી આ સહન ન થયું અને તેમણે તે હનુમાન ચાલીસા લઈ લીધી અને તેને કચરાપેટીમાં ફેંકી દીધી.

આ વાતની જાણ વિદ્યાર્થિનીના પરિવારજનો અને હિન્દુ સંગઠનોને થઈ ત્યારે મોટી સંખ્યામાં લોકો શાળાએ પહોંચ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરોએ શાળાના ગેટ પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

શિક્ષિકા સામે કાર્યવાહી

વિરોધ વધતા શાળા મેનેજમેન્ટે તાત્કાલિક પગલાં ભર્યા હતા. શાળાના આચાર્યએ આ ઘટના બદલ માફી માંગી હતી અને સંબંધિત શિક્ષિકાને તેમની ફરજ પરથી દૂર કરી દેવામાં આવ્યા હતા.

જુઓ વીડિયોઃ

હનુમાન ચાલીસાનો સામૂહિક પાઠ:

વિરોધ પ્રદર્શન દરમિયાન શાળાના પટાંગણમાં અને દરવાજા પાસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કાર્યકરો ભેગા થયા હતા અને બધાએ સાથે મળીને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા, જેના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે.

સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. શાળા વહીવટીતંત્રે લેખિતમાં ખાતરી આપી છે કે ભવિષ્યમાં આવી ધાર્મિક લાગણી દુભાય તેવી ઘટના ફરી નહીં બને.

આ પણ વાંચોઃ કેરળ સ્ટોરી-2: એ યુવક અધિકારી હોવાનું જણાવી હિન્દુ નામ ધારણ કરીને આવ્યો હતો…પરંતુ

Exit mobile version