મંબઈ, 26 ફેબ્રુઆરી, 2026 – Video of Sonu Nigam વર્તમાન સમયના સુવિખ્યાત અને સર્વશ્રેષ્ઠ ગાયક સોનુ નિગમનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ આધારકાર્ડની પેરડી કરે છે.
વાસ્તવમાં વીડિયો સાતેક વર્ષ જૂનો છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગને લગતા એક કાર્યક્રમમાં સોનુ નિગમે ત્યારે આ કૉમેડી કરી હતી. સોનુ નિગમ પોતે તો ઉત્તમ ગાયક છે પરંતુ સાથે અન્ય પીઢ અને નવા ગાયક કલાકારોની પણ શ્રેષ્ઠ નકલ કરી શકે છે તેનો આ વીડિયો નમૂનો છે.
ફિલ્મ ઉદ્યોગના એ કાર્યક્રમમાં સોનુ નિગમે આધારકાર્ડની જરૂરિયાત અને તેમાં પડતી મુશ્કેલીઓની વાતો કરવા માટે અન્ય ગાયકોની પેરડી કરી છે.
આ વીડિયો આજે ફરી વાયરલ થયો છે અને જેમણે તે સમયે જોયો માણ્યો હતો તે ઉપરાંત જે બાકી રહી ગયા હતા તેમને પણ ખૂબ પસંદ પડી રહ્યો છે.
આ કૉમેડીમાં સોનુ નિગમ માત્ર સાથી ગાયકોની પેરડી જ નથી કરતા પરંતુ સાથે એ ગાયકોની ઍક્શન પણ કરતા જોવા મળે છે.

