1. Home
  2. ગુજરાતી
  3. લાખો દિલો પર પોતાના અવાજનો જાદૂ ચલાવનાર સોનુ નિગમનો આજે બર્થડે – જાણો તેમના વિશેની કેટલીક વાતો
લાખો દિલો પર પોતાના અવાજનો જાદૂ ચલાવનાર સોનુ નિગમનો આજે બર્થડે – જાણો તેમના વિશેની કેટલીક વાતો

લાખો દિલો પર પોતાના અવાજનો જાદૂ ચલાવનાર સોનુ નિગમનો આજે બર્થડે – જાણો તેમના વિશેની કેટલીક વાતો

0
Social Share
  • સોનુ નિગમનો આજે 49મો જન્મ દિવસ
  • 4 વર્ષની વયે ગીત ગાવાનું કર્યું હતું શરુ
  • નાનપણથી પિતા સાથે સોંગ ગાતા હતા

મુંબઈઃ- બોલિવૂડના મહાન સિગંર તરીકે જાણીતા બનેલા સોનુ નિગમનો જન્મ 30 જુલાઇ 1973 માં હરિયાણાના ફરીદાબાદમાં થયો હતો. સોનુને નાનપણથી ગીતો ગાવાનો શોખ હતો.પોતાના અવાજથી કરોડો લોકોને દિવાના બનાવનાર સોનુ નિગમ આજે પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

ખૂબજ નાની વયે ચાર વર્ષની ઉંમરે તેના પિતા સાથે ગાવાનું શરૂ કર્યું અને પછી 18 વર્ષની ઉંમરે મુંબઈ આવી ગયા. આ પછી તેની સફર માયાનગરીમાં શરૂ થઈ અને આજે તેણે પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

સોનુ નિગમે  માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ તમિલ, તેલુગુ, મરાઠી સહિત 12 ભાષાઓમાં ગીતો ગાયા છે. આ સાથે જ સિંગિંગ સિવાય તેને મિમિક્રી કરવાનો પણ શોખ છે. તે માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં પરંતુ ઘણા સિંગર્સની પણ નકલ કરે છે. ઘણી વખત તેણે એવોર્ડ ફંક્શનમાં પણ અન્ય ગાયકોના ગીતો ગાઈને લોકોને ચોંકાવી દીધા છે.

તેમના પિતા આગમ નિગમ સાથે નાની ઉંમરે સ્ટેજ શો, પાર્ટીઓ અને લગ્નોમાં ગાવાનું શરૂ કર્યું હતું. સોનૂ બાળપણથી જ સુપ્રસિદ્ધ ગાયક મોહમ્મદ રફીથી ખૂબ પ્રભાવિત હતા. અને આ જ કારણ છે કે તેઓ રફીના ગીતો ઘણીવાર સ્ટેજ પર ગાય છે.

રિયાલિટી શો ‘સારેગામા’ હોસ્ટ કરીને સોનૂને એક ઓળખ મળીઆ શો 1995 માં પ્રસારિત થયો હતો. આ દરમિયાન સોનૂ એક વખત ટી-સિરીઝના માલિક ગુલશન કુમારને મળ્યા હતા. ગુલશન કુમારે જ સોનૂને પ્રથમ વખત ફિલ્મ ‘બેવફા સનમ’માં ગાવાની તક આપી હતી. આ ફિલ્મમાં સોનૂએ પ્રખ્યાત ગીત અચ્છા સિલા દિયા તુને મેરે પ્યાર કા ગાયું અને તે ખુબ હીટ થઇ ગયું. આજે પમ આ સોંગ લાખો ચાહકોને સ્પર્શે છે.

સોનુ નિગમ  સારો એક્ટર બનવા પણ માંગતા હતો. તેણે અભિનયમાં પણ હાથ અજમાવ્યો પરંતુ તે તેમાં સફળ ન થઈ શક્યો. તેણે ‘પ્યાર દુશ્મન’, ‘બેતાબ’, ‘હમસે હૈ જમાના’ અને ‘તકદીર’ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. આ પછી તે ‘જાની દુશ્મન’, ‘કાશ આપ હમારે હોતા’, ‘લવ ઇન નેપાળ’ જેવી ફિલ્મોમાં અભિનેતા તરીકે જોવા મળ્યો, જો એક્ટિંગમાં તેઓ સફલ થી ન શક્યા તેમની એક્ટિંગ લોકોને પસંદ નઆવી.

સોનૂએ તેમના અવાજનો જાદુ ફક્ત હિન્દી સિનેમામાં જ નહીં પરંતુ અંગ્રેજી, કન્નડ, બંગાળી, ઉડિયા, પંજાબી, તમિળ, મૈથિલી, ભોજપુરી, નેપાળી અને મરાઠી ભાષાઓમાં પણ ફેલાવ્યો છે. સોનૂ નિગમેરે ઘણા એવોર્ડ જીત્યા છે.  સોનૂએ નેશનલ એવોર્ડ પણ પોતાના નામે કર્યા છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code