Site icon Revoi.in

આતંકવાદ સામેના સંઘર્ષમાં વિયેતનામ ભારતની પડખે ઊભું રહ્યું છેઃ પીએમ મોદી

Social Share

નવી દિલ્હી, 6 મે 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2025માં પહેલગામમાં થયેલા બર્બર આતંકી હુમલાની સખત નિંદા કરવા અને મુશ્કેલ સમયમાં ભારતનો સાથ આપવા બદલ વિયેતનામનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. હૈદરાબાદ હાઉસ ખાતે આયોજિત સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ બંને દેશો વચ્ચેના સુશાસન, વિકાસ અને સમાન સાંસ્કૃતિક મૂલ્યોને દ્વિપક્ષીય સંબંધોનો મુખ્ય આધાર ગણાવ્યો હતો.રાષ્ટ્રપતિ તો લામની બોધગયાથી ભારત યાત્રાની શરૂઆત બંને દેશોની સભ્યતા અને આધ્યાત્મિક પરંપરાનું પ્રતીક છે.

ભારત અને વિયેતનામ હવે તેમના સંબંધોને ‘એન્હાન્સ્ડ કોમ્પ્રીહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ’ના સ્તરે લઈ જઈ રહ્યા છે. જેનાથી સંરક્ષણ, કનેક્ટિવિટી અને સપ્લાય ચેઈન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધશે.પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, આતંકવાદ સામેના સંઘર્ષમાં વિયેતનામ ભારતની પડખે ઊભું રહ્યું છે તે પ્રશંસનીય છે.વૈશ્વિક પડકારો વચ્ચે ભારત અને વિયેતનામ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી રહ્યા છે.ભગવાન બુદ્ધના ઉપદેશોને ટાંકતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, “જો તમે બીજા માટે દીવો પ્રગટાવો છો, તો તે તમારા પોતાના માર્ગને પણ પ્રકાશિત કરે છે.” આ જ ભાવના સાથે બંને દેશો વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય તરફ સાથે મળીને આગળ વધશે.

આ પણ વાંચોઃ ભારત અને વિયેતનામ વચ્ચે આધુનિક વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત, 13 મહત્વના કરાર પર હસ્તાક્ષર

Exit mobile version