Site icon Revoi.in

દુનિયાની પ્રથમ વૈદિક ઘડિયાળ ભારતમાં, જાણો તેની વિશેષતા…

Social Share

ભોપાલઃ ઉજ્જૈનના જંતર-મતર ખાતે 85 ફુટ ઉંચા ટાવર ઉપર વૈદીક ધડિયાળ લગાવવામાં આવી છે. આ ઘડીયાળનું ઈન્સ્ટ્રોલેશન અને ટેસ્ટીંગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને આગામી દિવસોમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે. 10*12ની વૈદીક ઘડિયાળ દુનિયાના પ્રથમ એવી ડિજીટલ વોચ હશે જે ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ અને ગ્રીનવિચ મીન ટાઈમ બનાવશે. આ ઉપરાંત પંચાગ અને મૂહૂર્તની પણ જાણકારી આપશે.

વૈદીક ઘડિયાળથી સૂર્યોદય-સૂર્યાસ્તથી લઈને સૂર્ય અને ચંદ્રગ્રહણની જાણકારી મળશે. ઘડીયાળમાં કલાક, મિનિટ અને સેકેન્ડની સોઈ પણ છે. સૂર્યોદય-સૂર્યાસ્તના આધાર ઉપર સમયની ગણતરી કરવામાં આવશે. જેના પરિણામે મૂહૂર્ત ગણના, પંચાંગ અને મૌસમની જાણકારી પણ મળશે. વૈદીક ઘડિયાળ વિકસિત કરનારી ટીમના સભ્ય શિશિર ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ ઘડિયાળ આપણો ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે. જે અનુસાર 48 મિનિટનો કલાક હશે, આ ઘડીયાળ વૈદીક સમયની સાથે સાથે અલગ-અલગ મૂહૂર્ત પણ બતાવશે. જુની કાલગણના અનુસાર આ ઘડિયાળ બનાવવામાં આવી છે.

મહારાજા વિક્રમાદિત્ય શોધ સંસ્થાનના ડાયરેક્ટર રામ તિવારીએ જણાવ્યુંહતું કે, આ ઘડિયાળ દુનિયાની પ્રથમ ઘડિયાળ હશે તેમાં ભારતીય કાલ ગણનાને દર્શાવા છે. ઉજ્જૈન કાલ ગણના (ટાઈમ કેલક્યુલેશન)નું કેન્દ્ર માનવામાં આવે છે. ઉજ્જૈનમાં કર્ક રેખા પસાર થાય છે. આ વૈદીક ઘડિયાળને લઈને વિશેષજ્ઞોનું માનવું છે કે, 300 વર્ષ પહેલા દુનિયાનો માનસ સમય ઉજ્જૈનથી નિર્ધારિત થયો હતો. સમયની માહિતી મેળવવા માટે ઉજ્જૈનમાં એક મશીન છે.