Site icon Revoi.in

મુંબઈમાં રવિવારે યોજાશે સર્વગ્રાહી કારકિર્દી માર્ગદર્શન-કૌશલ્ય વિકાસ સેમિનાર

A comprehensive career guidance-skill development seminar will be held in Mumbai on Sunday.

A comprehensive career guidance-skill development seminar will be held in Mumbai on Sunday.

Social Share

મુંબઈ, 15 મે, 2026 – મુંબઈમાં રવિવારે, 17મી મેએ સર્વગ્રાહી કારકિર્દી માર્ગદર્શન-કૌશલ્ય વિકાસ સેમિનારનું આયોજન થયું છે. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થવાની છે ત્યારે વિદ્યાર્થીઓ અને તેમની સાથે વાલીઓ પણ કારકિર્દીની પસંદગી માટે મુંઝવણ અનુભવતા હોય છે. એ સંજોગોમાં ક્યારેક સરકારી પ્રયાસોથી તો ક્યારેક ખાનગી પ્રયાસોથી વિદ્યાર્થીઓ-વાલીઓને માર્ગદર્શન આપવા માટે પ્રયાસ કરવામાં આવે છે.

આવો જ એક પ્રયાસ આ રવિવારે 17મી મેએ મુંબઈના અંધેરી (ઈસ્ટ)માં થવાનો છે. શ્રી વિલેપાર્લા કપોળ ઉત્કર્ષ મંડળ, શ્રી નાગરદાસ ડી. ભુતા ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી હેમંત મહેતા (રૂપલ પ્લાસ્ટિક્સ)ના સહયોગમાં આ સેમિનારનું આયોજન થયું છે.

આ પણ વાંચોઃ ભોજશાળા વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સંકુલને હિન્દુ મંદિર જાહેર કર્યું, પૂજાનો અધિકાર આપ્યો

વક્તાઓ અને સ્થળ

સર્વગ્રાહી કારકિર્દી માર્ગદર્શન-કૌશલ્ય વિકાસ (સ્કિલ ડેવલપમેન્ટ) સેમિનાર નામે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી બિમલ ભુતા તથા શ્રી શુભેન્દુ ભુતા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત શ્રી વ્રજ પટેલ, ડૉ. મહેશ સંઘવી, ડૉ. રાજેશ છેડા, શ્રી કિશોર સંપત તથા ડૉ. રાજશ્રી ત્રિવેદી પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપશે. સેમિનાર શ્રી જયસુખલાલ એન. ભુતા હૉલ, શ્રી નાગરદાસ ડી. ભુતા હાઈસ્કૂલ, ઓલ્ડ નાગરદાસ રોડ, અંધેરી (ઈસ્ટ), મુંબઈ ખાતે યોજાશે.

રજિસ્ટ્રેસનની વિગત

આ સેમિનારનો પ્રારંભ રવિવારે બપોરે ચાર વાગ્યે થશે. તેમાં ભાગ લેવા માગતા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રશન માટે વિજય મહેતા તથા પરેશ મહેતાનો સંપર્ક કરી શકશે. (સંપૂર્ણ વિગતો નીચે ફોટામાં જોઈ શકાશે). આ ઉપરાંત વૉટ્સએપ નંબર – 8097847458 દ્વારા પણ રજિસ્ટ્રેશન કરાવી શકાશે.

Exit mobile version