ગાંધીનગર, 17 જાન્યુઆરી 2026: રાજકોટમાં સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ફાંસીની સજા ફટકારી છે. દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુનેગારોને કડક સંદેશ આપતી પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, અમારી દીકરીઓ ઉપર હુમલો કરનારનો જીવનનો અંત આપશે. તેમજ તેમણે પોલીસની કામગીરીની પણ પ્રશંસા કરી છે.
ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ: અમારી દીકરીઓ પર હુમલો = જીવનનો અંત.
નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી તરીકે હું સ્પષ્ટ કહું છું ગુજરાતમાં બાળકી અને મહિલાઓ સામેના ગુનાઓ માટે અમારી નીતિ એકદમ સ્પષ્ટ છે: Zero Tolerance.
આટકોટ પોક્સો કેસમાં FIRથી લઈને સજા સુધીનો સમગ્ર પ્રક્રિયા માત્ર 40…
— Harsh Sanghavi (@sanghaviharsh) January 17, 2026
હર્ષ સંઘવીએ એક્સ ઉપર પોસેટ કરીને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી તરીકે હું સ્પષ્ટ કહું છું ગુજરાતમાં બાળકી અને મહિલાઓ સામેના ગુનાઓ માટે અમારી નીતિ એકદમ સ્પષ્ટ છે, ઝીરો ટોલરન્સ. આટકોટ પોક્સો કેસમાં FIRથી લઈને સજા સુધીનો સમગ્ર પ્રક્રિયા માત્ર 40 દિવસમાં પૂર્ણ થયો. આ બતાવે છે કે, ગુજરાતમાં ગુનેગારને હવે વર્ષો સુધી ન્યાયથી બચવાની તક મળતી નથી. આ માત્ર એક કેસ નથી, આ એક કડક સંદેશ છે દીકરીઓ પર હાથ ઉઠાવનાર માટે દયા નથી, માત્ર કડક સજા છે. આ સફળ કાર્યવાહી બદલ હું રાજકોટ ગ્રામ્ય પોલીસ, સરકારના વકીલો અને સમગ્ર ન્યાયિક તંત્રને હાર્દિક અભિનંદન પાઠવું છું. તેમની ઝડપ, નિષ્ઠા અને વ્યાવસાયિકતા કારણે એક નિર્દોષ દીકરીને સમયસર ન્યાય મળ્યો. ગુજરાત સરકાર દરેક દીકરીની સુરક્ષા માટે અડગ રીતે પ્રતિબદ્ધ છે.

