Site icon Revoi.in

મોટા-મોટા દેશ ભારત સાથે વ્યાપારિક સંબંધ બનાવવા આતુરઃ નરેન્દ્ર મોદી

Social Share

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી 2026: રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્વાત ઉપર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મોટા-મોટા દેશ ભારત સાથે વ્યાપારિક સંબંધ બનાવવા માટે ખુબ આતુર છે. યુરોપિય યુનિયનની ટ્રેડ ડીલ હોય, અમેરિકા સાથેની ટ્રેડ ડીલ હોય, સમગ્ર દુનિયાન આ ટ્રેડ ડીલની પ્રશંસા કરી રહ્યાં છે. આજે મારો દેશ પુરુ સમર્થન આપી રહ્યું છે. આ ત્યારે જ શક્ય બને છે જ્યારે તમારી પાસે આર્થિક સામર્થ્ય હોય, તમારા નાગરિકોને દેશમાં પ્રતિ ઉર્જા હોય અને ખાસ કરીને ઉત્પાદન માટે એક મજબુત ઈકો-સિસ્ટમ હોય. ત્યારે જ વિશ્વ તમારી સાથે ડીલ કરવા માટે આગળ આવે છે. વોટ બંકની રાજનીતિમાં ડુબનારા લોકોએ દેશને આવી રીતે અનેક રીતે મજબુત કરવાના પ્રમાણિકતા નથી સમજી.

કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દેશવાસીઓને જ સમસ્યા માને છે. કાલે આ જ સદનના કોંગ્રેસના શાતિર સાંસદએ સંસદમાં ગદ્દાર કહ્યું હતું. અહંકાર એ સ્તર પર પહોંચી ગયું છે. કોંગ્રેસના કેટલાક ટુકડા થયા, અનેક લોકો આમ-તેમ ગયા. તેઓ શિખ હતા એટલે ગદ્દાર કહ્યાં હતા. આ સિખનું અપમાન છે. ગુરુઓનું અપમાન છે, તેઓ આ સંસદના સાંસદ હતા.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, મોહબ્બતની દુકાન ખોલવાનાર મોદી તેરી કબ્ર ખુદેગીના નારા લગાવે છે. તો આ કેવી મોહબ્બતની દુકાન છે, જે દેશના કોઈ નાગરિકની કબ્ર ખોદવાના સ્વપ્ન જોવે છે. આ તેમણે ક્યાં સંવિધાનથી શિખ્યાં છે, આ માનવતાનું અપમાન નથી. પરંતુ તેમણે આનાથી કોઈ દુખ નથી. જે બાદ નિવેદન આપશે કે, રાજ્યસભામાં પીએમ મોદી રોઈ રહ્યાં હતા. કોંગ્રેસ મોદીની કબ્ર ખોદવાના સ્વપ્ન દેખે છે.

આ પણ વાંચોઃ વિશ્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય થિયેટર ફેસ્ટિવલ ભારત રંગ મહોત્સવની ગુજરાત આવૃત્તિ સુરતમાં શરૂ

Exit mobile version