Site icon Revoi.in

ભાજપના વરુણ ગાંધીને કૉંગ્રેસમાં આવવાની ઓફર, અધીર રંજને કહ્યુ- ગાંધી પરિવારમાંથી હોવાને કારણે મળી નહીં ટિકિટ

Social Share

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીની પાંચમી યાદીમાંથી પીલીભીતના સાંસદ વરુણ ગાંધીની ટિકિટ કપાય છે. પાર્ટીએ તેમના સ્થાને ઉત્તરપ્રદેશના મંત્રી જિતિન પ્રસાદને પીલીભીતથી ઉમેદવાર બનાવ્યા છે. તેના પર હવે પશ્ચિમ બંગાળના બેહરામપુર લોકસભા મતવિસ્તારમાંથી કોંગ્રેસા ઉમેદવાર અધીર રંજન ચૌધરીએ ભાજપ પર નિશાન સાધતા વરુણ ગાંધીને કોંગ્રેસમાં સામેલ થવાની ઓફર કરી છે.

અધીર રંજન ચૌધરીએ કહ્યુ છે કે વરુણ ગાંધીએ કોંગ્રેસમાં સામલે થવું જોઈએ. જો તે કોંગ્રેસમાં આવે છે, તો અમને ખુશી થશે. વરુણ ગાંધી એક કદ્દાવર અને બેહદ કાબેલ નેતા છે. તેમણે કહ્યુ છે કે તેમનો ગાંધી પરિવાર સાથે સંબંધ છે, માટે ભાજપે તેમને ટિકિટ આપી નથી. અમે ઈચ્છીએ છીએ કે હવે વરુણ ગાંધી કોંગ્રેસમાં સામેલ થઈ જાય.

વરુણ ગાંધીની આગળની રાજકીય રાહને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. કોઈ તેમના અપક્ષ લડવાની સંભાવના વ્યક્ત કરે છે, તો કોઈ અન્ય પાર્ટીમાંથી ચૂંટણીમાં ઉતરવાની સલાહ આપી રહ્યું છે. સોશયલ મીડિયા પર પણ તેમને લઈને ડિબેટ ચાલીરહી છે. સોશયલ મીડિયા પર તો લોકો વરુણને એ સલાહ પણ આપી રહયા છે કે તેઓ હવે ગાંધી પરિવાર એટલે કે કોંગ્રેસમાં પાછા ફરે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ પણ પાર્ટીમાં સામેલ થવાની ખુલ્લી ઓફર પણ આપી છે.