Site icon Revoi.in

ભારત-યમન સંબંધો પર યુએનએસસીમાં ભારતીય પ્રતિનિધિએ જણાવ્યું: યમનમાં ઘઉંની નિકાસને પ્રાથમિકતા આપવા અમે જરૂરી પગલાં લઇ રહ્યાં છીએ.

Social Share

ન્યૂયોર્ક:  સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે મંગળવારે યમનને માનવીય સહાય માટે ભારતની મદદ વિષે જાણ કરી હતી. તેમણે જણાવ્યું કે, યમનમાં હાલ ચાલી રહેલી પરિસ્થિતિને ધ્યાને લઈને, યમનમાં ખાદ્ય સુરક્ષા માટે, નવી દિલ્હીએ યમનમાં ઘઉંની નિકાસને પ્રાથમિકતા આપી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકમાં, યમન વિષે તેમણે કહ્યું,” ‘ભારતે દેશમાં ઘઉંની નિકાસને પ્રાથમિકતા આપીને યમનમાં ખાદ્ય સુરક્ષા માટે પગલાં લીધાં છે. ઘઉની નિકાસ અંગે અમારા દેશના રાષ્ટ્રીય નિયમો હોવા છતાં,  અમે યમનમાં ઘઉંની નિકાસ કરવાનું ચાલુ રાખ્યું છે.” તેમણે જણાવ્યું કે, વૈશ્વિક કોમોડિટી બજારોમાં આપૂર્તિ ફેરફારોની પ્રતિકૂળ અસરોને ઘટાડવા માટે અમે ભવિષ્યમાં પણ આ મુજબ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

ભારતે બ્લેક સી ગ્રેન ઇનિશિયેટિવની પ્રશંસા કરી હતી.

રૂચિરા કંબોજે જણાવ્યું હતું કે, બ્લેક સી ગ્રેન ઇનિશિયેટિવ હેઠળ માનવીય સહાય તરીકે છેલ્લા 30 દિવસમાં લગભગ 85,000 મેટ્રિક ટન ઘઉંના બે શિપમેન્ટ યમન માટે રવાના થયા છે. અમે આ પગલાંને આવકારીએ છીએ અને આશા રાખીએ છીએ કે યમનને પણ આ પગલાંથી ફાયદો થશે. તેમણે યમનને સૈન્ય દૃષ્ટિકોણ છોડીને અને  એક વ્યાપક રાષ્ટ્રવ્યાપી યુદ્ધવિરામમાં સૈનિકોનો ફેલાવો કરીને શાંતિનો માર્ગ અપનાવવા વિનંતી કરી.

યમનને શાંતિનો માર્ગ અપનાવવો જોઈએ – ભારત

ભારતીય રાજદૂતે કહ્યું, “યમન એક એવી જગ્યાએ છે,  જ્યાં એક રસ્તો સંઘર્ષને સમાપ્ત કરવા માટે શાંતિપૂર્ણ સમાધાન તરફ લઇ જાય છે,જયારે બીજો દુશ્મનાવટમાં વધારો કરનાર છે, જે યમનના લોકોને ફક્ત દુઃખ જ પહોંચાડશે.” તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, સંઘર્ષને સમાપ્ત કરવા માટે સમાવેશી રાજકીય સંવાદ શરૂ કરીને યમનના લોકો માટે સહકારી અને વિશ્વાસ નિર્માણના ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

યમન પર હુમલાઓથી ભારત પણ ચિંતિત છે

યુએનના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે જણાવ્યું હતું.”અમે યમન પર થઇ રહેલી કાર્યવાહીઓથી ચિંતિત છીએ અને યમનના બંદરો અને શિપિંગ જહાજો પર થઇ રહેલા હુમલાઓ અને યમનની અંદર અને બહાર મુસાફરી કરતા શિપિંગ જહાજો માટે ઊભા થયેલા જોખમોને પણ વખોડીએ છીએ.”

(ફોટો:ફાઈલ)