Site icon Revoi.in

IPL : RCBને ખરીદવા માગે છે ઉદ્યોગપતિ અદાર પૂનાવાલા!

Social Share

નવી દિલ્હી, 23 જાન્યુઆરી 2026: આઈપીએલ 2026ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આઈસીસી ટી20 વિશ્વકપ બાદ ભારતમાં ક્રિકેટનો બીજો મહાસંગ્રહામ આઈપીએલ શરૂ થશે. આગામી ફેબ્રુઆરી મહિલામાં ક્રિકેટનો મહાસંગ્રહામ વિશ્વકપ શરૂ થશે. આ વર્ષે વિશ્વકપનું હોસ્ટ ભારત અને શ્રીલંકા છે. વિશ્વકપ બાદ ભારતમાં આઈપીએલ રમાશે. દરમિયાન આઈપીએલની ગત વર્ષની ચેમ્પિયન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના માલિકી હક બદલાવા અંગેની અટકળો તેજ થઈ છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અને જાણીતા ઉદ્યોગપતિ અદાર પૂનાવાલાએ જાહેરમાં આરસીબીને ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

અદાર પૂનાવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા લખ્યું કે, “આગામી મહિનાઓમાં હું આરસીબી માટે મજબૂત અને સ્પર્ધાત્મક બોલી (Bid) લગાવવાની તૈયારી કરી રહ્યો છું. આ આઈપીએલની સર્વશ્રેષ્ઠ ટીમોમાંની એક છે.” આ જાહેરાત બાદ આરસીબીના ફેન્સમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. અદાર પૂનાવાલા સિવાય ‘KGF’ અને ‘કાંતારા’ જેવી સુપરહિટ ફિલ્મો બનાવનાર પ્રોડક્શન હાઉસ હોમ્બલે ફિલ્મ્સ ના માલિક વિજય કિરાગંદુર પણ આરસીબીને ખરીદવાની રેસમાં હોવાનું મનાય છે. આરસીબીની વિશાળ ફેન ફોલોઈંગ અને ડિફેન્ડિંગ ચેમ્પિયનનો દરજ્જો આ ટીમને રોકાણકારો માટે હોટ પ્રોપર્ટી બનાવે છે. હવે જોવાનું એ રહેશે કે 2026ની સીઝન પહેલા ટીમનો માલિકી હક કોના હાથમાં જાય છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં 15 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને લેવા વાલીઓ દોડી ગયા

Exit mobile version