Site icon Revoi.in

એનઆઈએમસીજેએ ભારતની ટોચની ૧૦ ઉભરતી મીડિયા કોલેજોમાં સ્થાન મેળવ્યું

NIMCJ ranks among top 10 emerging media colleges in India

NIMCJ ranks among top 10 emerging media colleges in India

Social Share

અમદાવાદ, 29 જૂન, 2029: – એનઆઈએમસીજેએ ભારતની ટોચની ૧૦ ઉભરતી મીડિયા કોલેજોમાં સ્થાન મેળવ્યું છે. ગુજરાતમાંથી આ સ્થાન પ્રાપ્ત કરનાર તે એકમાત્ર મીડિયા શિક્ષણ સંસ્થા છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ), અમદાવાદે પોતાની શ્રેષ્ઠતાની યાત્રામાં વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ઇન્ડિયા ટુડે–એમડીઆરએ બેસ્ટ કોલેજીસ સર્વે 2026માં જર્નાલિઝમ અને માસ કમ્યુનિકેશન શ્રેણીમાં એનઆઈએમસીજેએ ભારતની ટોચની ૧૦ બેસ્ટ ઇમર્જિંગ (ઉભરતી) મીડિયા કોલેજોમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ એનઆઈએમસીજેને દેશની અગ્રણી મીડિયા શિક્ષણ સંસ્થાઓમાં સ્થાન અપાવે છે અને ગુણવત્તાસભર શિક્ષણ તેમજ ઉદ્યોગલક્ષી તાલીમ પ્રત્યેની તેની સતત પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ ગૌરવ પ્રાપ્ત કરનાર ગુજરાતની એનઆઈએમસીજે એકમાત્ર મીડિયા શિક્ષણ સંસ્થા છે.

NIMCJ ranks among top 10 emerging media colleges in India

સતત આઠમા વર્ષે દેશની પ્રતિષ્ઠિત કોલેજ રેન્કિંગમાં સ્થાન

એનઆઈએમસીજેએ સતત આઠમા વર્ષે દેશની પ્રતિષ્ઠિત કોલેજ રેન્કિંગમાં સ્થાન મેળવ્યું છે.વર્ષોથી સંસ્થાએ ગુણવત્તાસભર શિક્ષણ, વ્યવહારુ મીડિયા તાલીમ, અનુભવી અધ્યાપકો અને મીડિયા ઉદ્યોગ સાથેના મજબૂત જોડાણના આધારે આગવી ઓળખ ઊભી કરી છે. પરિણામે પત્રકારત્વ, ડિજિટલ મીડિયા, જાહેરાત, જનસંપર્ક અને કમ્યુનિકેશન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે એનઆઈએમસીજે પસંદગીની સંસ્થા બની છે.

ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન એનઆઈએમસીજે જર્નાલિઝમ અને માસ કમ્યુનિકેશનમાં ચાર વર્ષનો BAJMC (Honours) અને MAJMC અભ્યાસક્રમો ચલાવતી ગુજરાત યુનિવર્સિટીની એકમાત્ર સંસ્થા છે. આ અભ્યાસક્રમ આધુનિક મીડિયા ઉદ્યોગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં વર્ગખંડના શિક્ષણ સાથે ન્યૂઝરૂમનો અનુભવ, ઇન્ટર્નશિપ, ફિલ્ડ રિપોર્ટિંગ, મલ્ટીમીડિયા પ્રોડક્શન અને ડિજિટલ સ્ટોરીટેલિંગ જેવી વ્યવહારુ તાલીમનો સમાવેશ થાય છે.

ઇન્ડિયા ટુડે–એમડીઆરએ બેસ્ટ કોલેજીસ સર્વે દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સૌથી વિશ્વસનીય રેન્કિંગમાંની એક ગણાય છે. આ સર્વેમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વહીવટ, પ્લેસમેન્ટ, ઇન્ડસ્ટ્રી ઇન્ટરફેસ, વિદ્યાર્થીઓની સિદ્ધિઓ અને સંસ્થાની પ્રતિષ્ઠા જેવા વિવિધ માપદંડોના આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે. એનઆઈએમસીજેએ ભારતની ટોચની ૧૦ ઉભરતી મીડિયા કોલેજોમાં સ્થાન મેળવ્યું તે કુશળ, નૈતિક મૂલ્યો ધરાવતા અને ભવિષ્ય માટે સજ્જ મીડિયા વ્યાવસાયિકો તૈયાર કરવાની તેની સતત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.

આ પણ વાંચોઃ અલીશા ખાતૂન બની અદિતિ, જોગેન્દ્ર સાથે લગ્ન કરવા છત્તીસગઢથી રામપુર પહોંચી

એનઆઈએમસીજેએ હંમેશાં આધુનિક મીડિયા લેબોરેટરી, વ્યાવસાયિક વર્કશોપ, વરિષ્ઠ પત્રકારો અને મીડિયા નિષ્ણાતો સાથેના સંવાદ તથા સંચાર ક્ષેત્રની નવીન ટેક્નોલોજીનો પરિચય કરાવીને સિદ્ધાંત અને પ્રયોગ વચ્ચેનું શ્રેષ્ઠ સંતુલન જાળવ્યું છે. આજે સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દેશ-વિદેશના અગ્રણી અખબારો, ટેલિવિઝન ચેનલો, ડિજિટલ મીડિયા સંસ્થાઓ, પબ્લિક રિલેશન્સ એજન્સીઓ તથા કોર્પોરેટ કમ્યુનિકેશન વિભાગોમાં સફળતાપૂર્વક કાર્યરત છે.

NIMCJ ranks among top 10 emerging media colleges in India

શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે BAJMC (Honours) તેમજ MAJMC અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા હાલમાં ચાલુ છે. પત્રકારત્વ, ડિજિટલ મીડિયા, ફિલ્મમેકિંગ, જાહેરાત,જનસંપર્ક, કન્ટેન્ટ ક્રિએશન અને સ્ટ્રેટેજિક કમ્યુનિકેશન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અરજી કરી શકે છે. પ્રવેશ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થવાની હોવાથી રસ ધરાવતા વિદ્યાર્થીઓને વહેલી તકે પ્રવેશ પ્રક્રિયા કરવા અનુરોધ કરવામાં આવે છે.

વધુ માહિતી માટે www.nimcj.org ની મુલાકાત લો અથવા 90234 34379 અને 76000 68443 પર સંપર્ક કરો.

Exit mobile version