Site icon Revoi.in

સૌથી વધુ સફળ રહેલી ફિલ્મોમાંની એક ‘કાંતારા’ હવે ઓટીટી પર રજૂ થવાની તૈયારી, જાણો ક્યારે અને ક્યાં થઇ રહી છે રિલીઝ?

Social Share

 

સૌથી વધુ હીટ ફિલ્મોમાં સામેલ થનારી સપ્તમી ગૌડાની ફિલ્મ ‘કાંતારા’એ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર જાણે ધૂમ મચાવી દીધી છે. અત્યાર સુધી દર્શકો આ ફિલ્મને થિયેટરમાં જઈને માણી આવ્યા છે, ત્યારે હવે ફિલ્મ દર્શકોના ઘરે આવવાની તૈયારી કરી રહી છે.

હવે આ ફિલ્મને આવતાં અઠવાડિયે એમેઝોન પ્રાઈમ પર રિલીઝ કરવામાં આવી રહી છે. જેના કારણે લાખો દર્શકો કે જે લોકોએ હજી આ ફિલ્મ નથી જોઈ તેમને ઘેરબેઠાં ફિલ્મ જોવાનો મોકો મળી જશે. પહેલાં આ ફિલ્મ કન્નડ ભાષામાં રિલીઝ થઇ હતી અને ત્યારબાદ તેની હિન્દી રિમેકને રિલીઝ કરવામાં આવી. રિલીઝ થતાંની સાથે જ અ ફિલ્મે અદ્ભુત સફળતા મેળવી છે. અને બોક્સઓફિસ પર જોરદાર કલેક્શન પણ મેળવ્યું છે. આશા છે કે આ ફિલ્મને થિયેટર જેવી જ સફળતા ઓટીટી પ્લેટફોર્મ પર પણ મળશે. જો કે હજી સત્તાવાર રીતે ફિલ્મમેકર્સ તરફથી ઓટીટી રિલીઝ વિષે કોઈ જાણકારી આપવામ આવી નથી, પરંતુ આધારભૂત માહિતી મુજબ ચોવીસ નવેમ્બરે આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ કરવામાં આવી શકે છે. તો તમે પણ આ ફિલ્મ હજી સુધી ના જોઈ હોય, તો હવે બહુ રાહ નહિ જોવી પડે. ટૂંક જ સમયમાં તમે આ ફિલ્મ તમારા ઘરે નિહાળી શકશો.

(ફોટો: ફાઈલ)

Exit mobile version