Site icon Revoi.in

આઠમાં ધોરણના NCERTના પુસ્તકમાં ન્યાયતંત્ર વિશેનું પ્રકરણ સુપ્રીમ કોર્ટને ન ગમ્યું, કેસ ચલાવશે

chapter on judiciary in the NCERT book

chapter on judiciary in the NCERT book

Social Share

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી, 2026: chapter on judiciary in the NCERT book NCERTના ધોરણ 8ના પુસ્તકમાં ન્યાયતંત્ર વિશે પ્રકરણ ઉમેરાયું તે સુપ્રીમ કોર્ટને ગમ્યું નથી અને આ બાબતની નોંધ લેવામાં આવી છે. મુખ્ય ન્યાયમૂર્તિએ આ બાબતની જાતે નોંધ લઈને નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, ન્યાયતંત્ર વિશે આવું લખવાનો કોઈને અધિકાર નથી.

આઠમા ધોરણના પુસ્તકમાં ‘ન્યાયિક ભ્રષ્ટાચાર’ (Judicial Corruption) વિશે પ્રકરણ રાખવાના મામલે સુપ્રીમ કોર્ટે તત્કાળ સુનાવણીની ખાતરી આપી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું, “મેં આ બાબતની નોંધ લીધી છે. કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ મામલાની ટૂંક સમયમાં સુનાવણી થશે.”

કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ આજે બુધવારે (25 ફેબ્રુઆરી, 2026) આ બાબત તેમની સમક્ષ રજૂ કરી ત્યારે મુખ્ય ન્યાયમૂર્તિએ આ જાણકારી ત્યારે આપી હતી.સીજેઆઈ સૂર્યકાંતે વધુમાં જણાવ્યું કે, “સમગ્ર દેશમાં વકીલો અને ન્યાયાધીશો આ બાબતે ચિંતિત છે. ન્યાયતંત્રના વડા તરીકે હું મારી ભૂમિકા ભજવીશ.” કોર્ટે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ની ધોરણ-8ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકના પ્રકરણનો સખત વિરોધ કર્યો છે. આ પ્રકરણમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ તેને બંધારણના મૂળ માળખા (Basic Structure) પરનો હુમલો ગણાવ્યો છે.

NCERTના ધોરણ-8ના નવા પુસ્તકના પ્રકરણમાં શું છે?

ધોરણ-8 માટેના NCERTના સામાજિક વિજ્ઞાનના નવા પુસ્તકના એક પ્રકરણમાં કહેવામાં આવ્યું છે કે ભ્રષ્ટાચાર, કેસોનો મોટી સંખ્યા ભરાવો અને ન્યાયાધીશોની અછત એ ન્યાયિક પ્રણાલી સામેના મુખ્ય પડકારો છે. ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ વાળા પ્રકરણમાં જણાવવામાં આવ્યું છે કે ન્યાયાધીશો એક આચારસંહિતાથી બંધાયેલા હોય છે, જે માત્ર કોર્ટમાં જ નહીં પરંતુ કોર્ટની બહાર પણ તેમના વર્તનને નિયંત્રિત કરે છે.

‘આપણા સમાજમાં ન્યાયતંત્રની ભૂમિકા’ શીર્ષક હેઠળના આ પ્રકરણમાં અદાલતોના પદાનુક્રમ અને ન્યાય સુધીની પહોંચની વ્યાખ્યાથી આગળ વધીને ન્યાયિક પ્રણાલી સામેના પડકારોના ઉકેલ સુધીનો ઉલ્લેખ છે.

આ પુસ્તકની જૂની આવૃત્તિમાં મુખ્યત્વે કોર્ટની સંરચના અને ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જોકે નવા પ્રકરણમાં લખવામાં આવ્યું છે: “ન્યાયતંત્રના વિવિધ સ્તર પર લોકોને ભ્રષ્ટાચારનો સામનો કરવો પડે છે. ગરીબો અને વંચિતો માટે આનાથી ન્યાય મેળવવો વધુ ગંભીર મુદ્દો બની શકે છે. તેથી ન્યાયિક પ્રણાલીમાં વિશ્વાસ અને પારદર્શિતા વધારવા માટે રાજ્ય અને કેન્દ્ર સ્તરે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાં ટેકનોલોજીનો ઉપયોગ પણ સામેલ છે.”

પડતર કેસોના આંકડા

પુસ્તકના પ્રકરણમાં કહેવામાં આવ્યું છે કે, અદાલતોમાં પડતર કેસોની અંદાજિત સંખ્યા નીચે મુજબ છે:

સુપ્રીમ કોર્ટ: 81,000 કેસ

હાઈકોર્ટ્સ: 62.40 લાખ કેસ

જિલ્લા અને તાબાની અદાલતો: 4.70 કરોડ કેસ

ફરિયાદ નિવારણ

પુસ્તકના પ્રકરણમાં ન્યાયતંત્રની આંતરિક જવાબદેહી પ્રણાલીઓને રેખાંકિત કરવામાં આવી છે અને ફરિયાદો મેળવવાની સ્થાપિત પ્રક્રિયાનો ઉલ્લેખ છે, જે સેન્ટ્રલાઈઝ્ડ પબ્લિક ગ્રિવન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (CPGRAMS) દ્વારા સંચાલિત થાય છે. પુસ્તક અનુસાર, વર્ષ 2017 થી 2021ની વચ્ચે આ તંત્ર દ્વારા 1,600 થી વધુ ફરિયાદો પ્રાપ્ત થઈ હતી.

પ્રકરણમાં પૂર્વ ચીફ જસ્ટિસ બી. આર. ગવઈનો ઉલ્લેખ

પુસ્તકમાં દેશના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ ભૂષણ રામકૃષ્ણ ગવઈ (બી.આર. ગવઈ)નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જુલાઈ 2025 માં તેમણે કહ્યું હતું કે, ન્યાયતંત્રની અંદર ભ્રષ્ટાચાર અને ગેરરીતિની ઘટનાઓની જનતાના વિશ્વાસ પર નકારાત્મક અસર પડે છે. પૂર્વ સીજેઆઈ બી. આર. ગવઈને ટાંકીને પુસ્તકમાં લખ્યું છે: “જોકે, આ વિશ્વાસને પુનઃસ્થાપિત કરવાનો માર્ગ આ મુદ્દાઓના ઉકેલ માટે ત્વરિત, નિર્ણાયક અને પારદર્શક કાર્યવાહીમાં રહેલો છે… પારદર્શિતા અને જવાબદેહી એ લોકશાહી મૂલ્યોના મહત્વપૂર્ણ ગુણો છે.”

Exit mobile version