Site icon Revoi.in

T20 વર્લ્ડ કપ: ભારત સાથે દ્વિપક્ષીય સિરીઝ રમવાની PCBની માંગ નામંજૂર!

Social Share

દુબઈ, 9 ફેબ્રુઆરી 2026: ટી20 વર્લ્ડ કપ 2026માં ભારત-પાકિસ્તાન મેચને લઈને ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) સમક્ષ મૂકેલી 4 મુખ્ય માંગણીઓમાંથી 3 માંગણીઓને ICCએ સ્પષ્ટપણે ફગાવી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ICCએ આ માંગણીઓને પોતાના અધિકારક્ષેત્રની બહાર ગણાવી છે.

તાજેતરમાં પાકિસ્તાન ગયેલા ICCના પ્રતિનિધિમંડળ સમક્ષ મોહસિન નકવીની આગેવાની હેઠળના PCBએ માંગણીઓ મૂકી હતી. પાકિસ્તાને માંગ કરી હતી કે ભારત સાથેની દ્વિપક્ષીય સિરીઝ ફરી શરૂ કરવામાં આવે, ભલે તે તટસ્થ સ્થળ પર રમાય. ICCએ આ માંગ ફગાવતા કહ્યું કે આ બે દેશો વચ્ચેનો આંતરિક મામલો છે. હાલમાં ICCની કમાણીમાં પાકિસ્તાનનો હિસ્સો 5.75 ટકા છે. પાકિસ્તાને તેને વધારીને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેટલો કરવાની માંગ કરી હતી, જેનો ICCએ સ્વીકાર કર્યો નથી.

એશિયા કપ 2025થી ભારતીય ટીમ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું ટાળી રહી છે. પાકિસ્તાને આ નીતિ નાબૂદ કરવાની માંગ કરી હતી, જે પણ અસ્વીકાર્ય રહી છે. ટી20 વર્લ્ડ કપમાંથી બહાર કરાયેલા બાંગ્લાદેશને સંપૂર્ણ આર્થિક વળતર મળે તેવી માંગ પાકિસ્તાને કરી હતી. જણાવી દઈએ કે ભારત પ્રવાસનો ઇનકાર કરવા બદલ ICCએ બાંગ્લાદેશના સ્થાને સ્કોટલેન્ડને સામેલ કર્યું છે.

આ પણ વાંચોઃ તિરુપ્પરનકુંદ્રમ પહાડી પર મુસ્લિમો વર્ષમાં દરરોજ નમાઝ પઢી શકશે

Exit mobile version