Site icon Revoi.in

ટી20 વિશ્વ વિજેતા ટીમ ઈન્ડિયાનું આગમન, એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં પ્રશંસકોએ કર્યું અભિવાદન

Social Share

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીત્યા બાદ તમામ ભારતીય પ્રશંસકો વિશ્વ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના ઘરે પરત ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જે હવે પૂરી થઈ ગઈ છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમે 29 જૂને T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 7 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ પછી, બાર્બાડોસના બ્રિજટાઉનમાં ખતરનાક વાવાઝોડાને કારણે ભારતીય ટીમ ત્યાંથી જલ્દી રવાના થઈ શકી ન હતી. ચક્રવાત પસાર થયા બાદ ભારતીય ટીમ 3 જુલાઈએ બાર્બાડોસથી રવાના થઈ હતી, ત્યારબાદ આખી ટીમ આજે સવારે સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા સીધી દિલ્હી પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાના સ્વાગત માટે મોટી સંખ્યામાં ચાહકો એરપોર્ટની બહાર આવ્યા હતા, કેપ્ટન રોહિત શર્માએ તેમને નિરાશ કર્યા ન હતા અને દરેકને જોઈ શકે તે માટે પોતાના હાથમાં ટ્રોફી ઉઠાવી હતી.

T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતીને ભારતીય ટીમે ICC ટ્રોફી જીતવાના 11 વર્ષના લાંબા દુષ્કાળનો પણ અંત આવ્યો છે. 17 વર્ષની લાંબી રાહ બાદ બીજી વખત ભારતીય ટીમે આ ટ્રોફી જીતી છે. વર્ષ 2007માં જ્યારે ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી ત્યારે તે સમયે રોહિત શર્મા ભારતીય ટીમનો ભાગ હતો અને હવે તેની કેપ્ટનશીપમાં તે આખરે ટીમને વિજેતા બનાવવામાં સફળ રહ્યો છે. એરપોર્ટ પહોંચ્યા બાદ તમામ ભારતીય ખેલાડીઓના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી, વરસાદ હોવા છતાં કેપ્ટન રોહિત શર્માએ ત્યાં હાજર પ્રશંસકોને નિરાશ ન કર્યા અને ટ્રોફી બધા જોઈ શકે તે માટે પોતાના હાથમાં ઉઠાવીને લીધી હતી, જેનો વીડિયો છે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

(Video-BCCI)

Exit mobile version