Site icon Revoi.in

ભાજપના આ મહિલા કાર્યકરે 28 વર્ષ પહેલા લીધું હતું ચંપલ નહીં પહેરવાનું પ્રણ, જુઓ Video

This woman worker of BJP had taken a vow not to wear slippers 28 years ago

This woman worker of BJP had taken a vow not to wear slippers 28 years ago

Social Share

કોલકાતા, 6 મે, 2026ભાજપના એક મહિલા કાર્યકરે 28 વર્ષ પહેલાં કંઈક એવું પ્રણ લીધું હતું જે હવે પૂર્ણ થયું છે. રાજ્યમાં ચોથી મેએ વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યા પછી દર થોડા થોડા કલાકે કાંતો સોશિયલ મીડિયા ઉપર અથવા મુખ્ય પ્રવાહના મીડિયામાં એવા એવા સમાચાર મળી રહ્યા છે જે કોઈને પણ ભાવૂક બનાવી દે.

આજે જે સમાચાર આવ્યા છે તે તો કદાચ ભાજપની ટોચની નેતાગીરીને પણ હચમચાવી દેશે. વાત છે અંગૂરબાલા શૉ નામના એક વૃદ્ધ મહિલાની. અંગૂરબાલા છેક 1998ની પંચાયત ચૂંટણીમાં ભાજપના પોલિંગ એજન્ટ તરીકે કામ કરી ચૂક્યા હતા. પરંતુ બંગાળમાં ખાસ કરીને ડાબેરીઓના સમયથી વિરોધી રાજકીય વિચારધારાના લોકોને પ્રતાડિત કરવાની જે માનસિકતા ચાલી આવે છે તે મમતા બેનરજીના શાસનકાળમાં પણ ચાલુ હતી.

જોકે 1998ની પંચાયત ચૂંટણીમાં ડાબેરીઓ દ્વારા પ્રતાડિત થયેલા અંગૂરબાલા શૉએ પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર ન રચાય ત્યાં સુધી પગમાં ચંપલ નહીં પહેરવાનું પ્રણ લીધું હતું. છેલ્લા 28 વર્ષથી તેઓ ખુલ્લા પગે ફરતા હતા એટલું જ નહીં પરંતુ તે સાથે તેમણે ભાજપ માટે કામગીરી કરવાનું પણ ચાલુ રાખ્યું હતું.

અંગૂરબાલા ભાજપની દરેક રેલીમાં જતા અને અન્ય લોકોને પણ પક્ષ વિશે માહિતી આપતા. પરંતુ હવે 4થી મેએ રાજ્યમાં પ્રચંડ બહુમતીથી ભાજપની સરકાર બનવા જઈ રહી છે ત્યારે આજે બુધવારે છઠ્ઠી મેએ તેમણે ચંપલ પહેરવાનું શરૂ કર્યું છે. પક્ષના કાર્યકરો તથા તેમના પરિવારજનોની હાજરીમાં તેમને ચંપલ પહેરાવવામાં આવ્યા અને મોં મીઠું કરાવવામાં આવ્યું.

આ પણ વાંચોઃ ધોરણ 10 બોર્ડનું 83.86 ટકા પરિણામ, ગત વર્ષ કરતાં 1.30% વધારે

Exit mobile version