1. Home
  2. ગુજરાતી
  3. અસમ વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈ જોરહાટથી 23,000 મતોથી હાર્યા
અસમ વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈ જોરહાટથી 23,000 મતોથી હાર્યા

અસમ વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈ જોરહાટથી 23,000 મતોથી હાર્યા

0
Social Share

નવી દિલ્હી, 4 મે 2026: અસમ વિધાનસભાની 126 બેઠકો ઉપર થયેલા મતદાન બાદ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. અસમમાં પણ કોંગ્રેસનું ભારે ધોવાણ થયું છે. એટલું જ નહીં અસમ કોંગ્રેસનો ચહેરો ગણાતા ગૌરવ ગોગોઈ જોરહાટ બેઠક ઉપર 23 હજાર મતથી હાર્યા હોવાનું જાણવા મળે છે. ભાજપના હિતેન્દ્ર નાથ ગોસ્વામીની જીત થઈ છે.

અસમ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો સીએમ ચહેરો હેમંતા બિસવા સરમા હતા. જ્યારે કોંગ્રેસનો મુખ્ય ચહેરો ગૌરવ ગોગોઈને માનવામાં આવતો હતો. વર્ષ 2021ની ચૂંટણીમાં કોંગ્રેસને 29 અને કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએને 50 જેટલી બેઠકો મળી હતી. જેથી અસમમાં કોંગ્રેસમાં સત્તા હાંસલ કરવા માટે કોંગ્રેસ દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. તેમજ મહત્વની જવાબદારી ગોગાઈને સોંપવામાં આવી હતી. જો કે, આજે મતગણતરીના તારણો અને પરિણામ ઉપરથી અહીં ભાજપા ફરીથી સત્તા હાંસલ કરી રહી છે એટલું જ નહીં ગૌરવ ગોગોઈને પણ હારનો સામનો કરવો પડ્યો હોવાનું જાણવા મળે છે. ભાજપા 99 બેઠકો ઉપર આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ 23 જેટલી બેઠકો ઉપર હાલ આગળ ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે કોંગ્રેસને જોરહાટ બેઠક ઉપર આંચકા જનક પરિણામ જોવા મળ્યું હતું. અહીં કોંગ્રેસના ઉમેદવાર ગૌરવ ગૌગાઈને 23 હજાર મતથી હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ગૌરવ ગોગોઈને 46257 મત મળ્યાં હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code