અમદાવાદ, 4 મે 2026: BJP’s grand victory in Umreth assembly by-election આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજ્યી થયો છે. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની 30500 મતથી જીત થઈ છે. આજે સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. અને શરૂઆતથી ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે લીડ મેળવી હતી. ભાજપે ગોવિંદભાઇ પરમારના નિધન બાદ થયેલી પેટા ચૂંટણીમાં તેમના પૂત્ર હર્ષદ પરમારને ટિકિ આપી હતી. આ પેટા ચૂંટણીમાં કૂલ 6 ઉમેદવારો મેદાનમાં હતા.
ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી ગઈ તા. 23મી એપ્રિલ યોજવામાં આવી હતી. જેમાં અંદાજિત મતદાન 59.04 ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ 6 ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો અને એક બીએનજેડી પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો.
આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી આજે હાથ ધરવામાં આવી હતી.. ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમાર પોતાના પ્રતિસ્પર્ધી સામે શરૂઆતથી લીડ મેળવી રહ્યા હતા. મતગણતરીમાં 20 રાઉન્ડ પૂર્ણ થતા ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર 30,000 થી વધુ મતોની નિર્ણાયક લીડ સાથે આગળ હતા.
ઉમરેઠ બેઠક પર કુલ 2.45 લાખ નોંધાયેલા મતદારો માટે તંત્ર દ્વારા 306 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ગરમાવા વચ્ચે આ પેટાચૂંટણીના પરિણામો પર સૌની નજર ટકેલી હતી. ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકના કારણે આકસ્મિક નિધન થયું હતું. તેમના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. ભાજપ હાઇકમાન્ડે સહાનુભૂતિ અને સ્થાનિક સમીકરણોને ધ્યાને રાખીને ગોવિંદ પરમારના વારસાને આગળ ધપાવવા તેમના પુત્ર હર્ષદ પરમાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.


