Site icon Revoi.in

પાંચ એવી વસ્તુઓ, જે તમારા શરીરના સારા કોલેસ્ટ્રોલને વધારે છે.

Social Share

 

તમારા શરીરના ખરાબ કોલેસ્ટ્રોલને દૂર ભગાવવા માંગો છો? આપણે જાણ્યે અજાણ્યે એવો ખોરાક પસંદ કરી લેતાં હોઈએ છીએ , જેનાથી આપણા શરીરના ખરાબ કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે,, જેના કારણે શરીરને નુકસાન પહોંચે છે, તો આવો જાણીએ કયા આહારથી સારા કોલેસ્ટ્રોલમાં વધારો થશે?

હાલમાં તો શિયાળાની ઋતુમાં જો તમે અખરોટ, જવ, નાળીયેર તેલ, સોયાબીન અને ચિયા સીડ્સનો ઉપયોગ વધારી દેશો કે શરુ કરશો તો ચોક્કસ તમારા શરીરના સારા કોલેસ્ટ્રોલમાં વધારો થશે.

અખરોટ: અખરોટની અંદરનું મુખ્ય તત્વ છે ઓમેગા-૩, જે હ્રદયની તકલીફ સામે રક્ષણ આપતાં ફેટી એસિડ તરીકે કામ કરે છે. અખરોટ શરીરની અંદર રહેલા કુલ કોલેસ્ટ્રોલને તો ઘટાડે જ છે અને સારા કોલેસ્ટ્રોલને ટકી રહેવામાં પણ મદદ કરે છે.

જવ: શરીરમાં જરૂરી એવા બીટા ગ્લુકન કે જે એક દ્રવ્ય ફાઈબરનું કામ આપે છે, તેની માટે જવ એ એક સારો વિકલ્પ છે, જે શરીરના ખરાબ કોલેસ્ટ્રોલની સરખામણીએ સારા કોલેસ્ટ્રોલને વધારે છે.

નાળિયેર તેલ : નાળિયેર તેલમાં મિડીયમ ચેઈન ટ્રાય ગ્લિસરાઇડ્સ ફેટી એસિડ હોય છે, જે પણ શરીરમાં કોલેસ્ટ્રોલના નિર્માણ અને નિયંત્રણમાં મદદ કરે છે.

સોયાબીન : માંસાહારને સમકક્ષ  સોયાબીન અનસેચ્યુરેટેડ ચરબી, ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર છે અને તેનામાં રહેલ આઈસોફ્લેવોન્સ સારા કોલેસ્ટ્રોલના સત્રમાં વધારો કરે છે અને તેમાં જ રહેલ ફાયટોસ્ટ્રોજેન્સ ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર અને ટ્રાયગ્લિસરાઇડ્સને ઘટાડીને શરીરની લિપિડ પ્રોફાઈલ સુધારે છે.

 

(ફોટો: ફાઈલ)

 

Exit mobile version