Site icon Revoi.in

દિલ્હીના CMની ધરપકડથી AAP પરેશાન, વિપક્ષી ગઠબંધન હેરાન, કેજરીવાલના એરેસ્ટ થવાનો ભાજપ માટે શું છે અર્થ?

Social Share

નવી દિલ્હી:  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી સહીત ઘણાં વિપક્ષી દળ કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. જો કે કહેવામાં આવે છે કે આ આખા ઘટનાક્રમની ભાજપર ખાસ અસર પડવાની સંભાવનાઓ ઓછી છે. તેની સાથે લોકસભા ચૂંટણી 2024થી કેટલાક સમય પહેલા જ તસવીરમાંથી કેજરીવાલનું ગાયબ થવાનું નુકશાન પણ વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાએ ઉઠાવવું પડે તેવી શક્યતા છે.

શા માટે છે ભાજપ પર ઓછી અસર પડવાના આસાર?

ધરપકડથી રાહત માટે દિલ્હી હાઈકોર્ટ પહોંચેલા કેજરીવાલને આંચકો લાગ્યો હતો. કોર્ટે ધરપકડથી રાહત આપવા માટે ઈન્કાર કર્યો હતો. તેના પછી તે સતત ઈડીના 9 સમનને અવગણી ચુક્યા છે. હવે ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ભાજપ પોતાની વાત રજૂ કરવા માટે એ તથ્યને રજૂ કરશે કે કેજરીવાલ વારંવાર ઈડીના સમન છતાં હાજર થવાથી શા માટે ઈન્કાર કરી રહ્યા છે.

અખબાર સાથેની વાતચીતમાં ભાજપના એક નેતાએ કહ્યુ હતુ કે ધરપકડનું એક મોટું પરિણામ એ હશે કે આપ કમજોર થઈ જશે, કારણ કે કેજરીવાલ પાર્ટીનો ચહેરો છે અને તેમની મદદથી જ ભીડ અને સંસાધન એકઠા કરાય છે. તે પાર્ટીનો સ્તંભ છે અને મુખ્ય વ્યક્તિ છે. કેજરીવાલ વગર આમ આદમી પાર્ટી એ સ્થિતિમાં નહીં હોય કે પ્રચાર પર કોઈ અસર છોડી શકે.

એક અન્ય નેતાએ કહ્યુ છે કે આનાથી ઈન્ડિયા ગઠબંધનના વધુ એક સ્ટાર પ્રચારક તસવીરમાંથી બહાર થઈ જશે. તેની સાથે જ અમારા એ સંદેશને પણ મજબૂત કરસે કે આ ભ્રષ્ટાચારનું ગઠબંધન છે. રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ભાજપ કેડરમાં ઘણાં લોકો એ સવાલ પણ ઉઠાવી રહ્યા છે કે શા માટે કેજરીવાલના મામલામાં ભાજપ સુરક્ષિત રીતે રમે છે.

તેમનું કહેવું છે કે આનાથી સંદેસ જાય છે કે મોદી સરકાર લોકપ્રિયતાને કારણે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાથી બચતી હતી. સૂત્રનું કહેવું છે કે ધરપકડે અમારી કેડર અને પાર્ટી ઈકોસિસ્ટમનું મનોબળ મજબૂત કર્યું છે. તેની સાથે જ ભ્રષ્ટાચારની વિરુદ્ધ નેતૃત્વના વલણને પણ જોયું છે.

રિપોર્ટ મુજબ, ભાજપના એક નેતાનું કહેવું છે કે કેજરીવાલની ધરપકડને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જો સાથે આવે છે, તો પણ ભાજપને દિલ્હીમાં ખાસ અસરની આશા નથી. ભાજપના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કેજરીવાલની વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહીને લઈને દિલ્હી અને તેની આસપાસમાં એક આંતરીક સર્વે કરાવવામાં આવ્યો હતો.

ઈન્ડિયન એક્સપ્રેસે સૂત્રોને ટાંકીને લખ્યું છે કે સર્વેમાંથી સંકેત મળી રહ્યા છે કે વિપક્ષ ધરપકડની વિરુદ્ધ લોકોને એકજૂટ કરી શકશે નહીં. એક સૂત્રનું કહેવું છે કે શરાબ નીતિના આરોપોએ કેજરીવાલની છબીને ચોટ પહોંચાડી છે. તેમણે એ પણ તર્ક આપ્યો કે જો પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની વિરુદ્ધ જો કોઈ પુરાવા ન હોત, તો તેઓ જામીન પર બહાર આવી જાત.

રાજધાની દિલ્હીમાં વોટિંગ થવામાં હજી બે માસથી વધુનો સમય બાકી છે. અખબાર સાથેની વાતચીતમાં દિલ્હી ભાજપના એક નેતાએ કહ્યુ છે કે ત્યાં સુધીમાં કેજરીવાલની ગેરહાજરી આમ આદમી પાર્ટીને કમજોર કરી દેશે અને તેની લડવાની ક્ષમતા પર અસર પડશે.

કેજરીવાલની ધરપકડનો વિરોધ કરી રહેલી દિલ્હી સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજ અને આતિશીને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા છે. ગુરુવારે સાંજે જ ઈડીની એક ટીમ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી હતી. આવાસની તલાશી લીધા બાદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આમ આદમી પાર્ટીએ આ મામલામાં સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

જો કે બાદમાં કેજરીવાલની ધરપકડને પડકારતી સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીને પાછી ખેંચવામાં આવી હતી. કેજરીવાલ હવે નીચલી અદાલતમાં પોતાની વાત રજૂ કરશે.