Site icon Revoi.in

પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બની શકે છેઃ જાણો વિવિધ ઓપિનિયન પોલના અંદાજ

Assembly elections 2026

Assembly elections 2026

Social Share

નવી દિલ્હી, 6 એપ્રિલ, 2026પશ્ચિમ બંગાળમાં અને આસામમાં ભાજપ માટે આ વખતે સરળ ચૂંટણી રહેશે તેવું માનવામાં આવે છે. આ બંને સહિત ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં આ મહિને યોજાઈ રહેલી ચૂંટણી સંદર્ભે વિવિધ એજન્સી દ્વારા આજે ઓપિનિયન પોલના આંકડા જારી કરવામાં આવ્યા છે. તદઅનુસાર આ વખતે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના ટીએમસી પક્ષને પૂર્ણ બહુમતીથી જીતવામાં મુશ્કેલી પડી શકે છે.

અમુક ઓપિનિયન પોલ તો ભાજપને બહુમતી મળશે એવી આગાહી પણ કરી રહ્યા છે. સરેરાશ ઓપિનિયન પોલનો અંદાજ છે કે, આ વખતે પશ્ચિમ બંગાળમાં ભાજપને 40 ટકા કરતાં વધુ વોટશૅર મળી શકે છે.

આ પણ વાંચોઃ વંદે માતરમ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે યોજાયો અભૂતપૂર્વ સપ્તરંગ ક્રિએટર અવોર્ડ સમારંભ

MATRIZE ઓપિનિયન પોલના આંકડા

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ઓપિનિયન પોલ 2026: MATRIZEના ઓપિનિયન પોલ મુજબ, પશ્ચિમ બંગાળમાં TMC ને 130 થી 150 બેઠકો મળવાનો અંદાજ છે. બીજી તરફ, ભાજપ (BJP) ને 140 થી 160 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અન્ય પક્ષો (OTH) ને 8 થી 16 બેઠકો મળી શકે છે.

વોટ શેરની વાત કરીએ તો, TMC ને 43%, BJP+ ને 41% અને અન્યને 16% વોટ મળવાનો અંદાજ છે. રાજ્યમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે અને અહીં મુકાબલો ઘણો રસાકસીભર્યો જોવા મળી રહ્યો છે.

અસામમાં ભાજપને એકતરફી બહુમતી

અસામ વિધાનસભા ચૂંટણીને લઈને આવેલા ઓપિનિયન પોલમાં ભાજપની સરકાર બનતી જણાય છે. ભાજપની આગેવાની હેઠળના NDAને 92-100 બેઠકો મળવાની શક્યતા છે. કોંગ્રેસને 22-37 બેઠકો અને અન્યને 4-7 બેઠકો મળવાની સંભાવના છે. જોકે ચાણક્ય સ્ટ્રેટેજી સર્વે અનુસાર, અસામમાં ભાજપને 83-90 બેઠકો, કોંગ્રેસને 30-36 બેઠકો અને અન્યને 3-6 બેઠકો મળવાની શક્યતા છે.

Exit mobile version