1. Home
  2. Tag "Assembly Elections 2026"

અમે ચૂંટણી હાર્યા નથી, હું રાજીનામું નહીં આપુંઃ મમતા બેનરજી

કોલકાતા, 5 મે, 2026 – અમે ચૂંટણી હાર્યા નથી અને એટલે લોકભવન જઈને મારું રાજીનામું નહીં આપું તે મમતા બેનરજીએ આજે જણાવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામના એક દિવસ પછી આજે મંગળવારે મમતા બેનરજીએ ગંભીર આક્ષેપોનો મારો ચલાવ્યો છે. કોલકાતામાં પત્રકાર પરિષદને સંબોધતા તેમણે ચૂંટણીપંચ અને ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. મમતા બેનરજીએ ભારતના ચૂંટણીપંચને આ […]

ગુજરાત ભાજપના ટોચના નેતાઓએ “રસગુલ્લા” સાથે બંગાળ વિજયને વધાવ્યો

ગાંધીનગર, 4 મે, 2026 – ગુજરાત ભાજપના ટોચના નેતાઓએ આજે પશ્વિમ બંગાળ સહિત પાંચ રાજ્યમાં આવેલા ચૂંટણી પરિણામ બાદ રસગુલ્લા એકબીજાને ખવડાવીને હરખ વ્યક્ત કર્યો હતો. પશ્ચિમ બંગાળ, તમિળનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીમાં યોજાયેલી ચૂંટણીનાં પરિણામ આજે સવારથી આવવાના શરૂ થયા હતા. આ પાંચ પૈકી ત્રણ રાજ્ય પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપ-એનડીએની જીત થઈ રહી […]

Video: હાવડા બ્રિજ ઉપર જય જય શ્રી રામના સૂત્રોચ્ચાર સાથે હજારો લોકો ઊમટી પડ્યા

કોલકાતા, 4 મે, 2026 – પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્ય વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. દરમિયાન બંગાળમાં સત્તા પરિવર્તન થયું છે તેનો આનંદ રાજ્યના લોકોમાં એ હદે દેખાઈ રહ્યો છે કે સામાન્ય લોકો અલગ અલગ જગ્યાએ એકત્ર થઈને ઉજવણી કરી રહ્યા છે. આવી જ એક ઉજવણીનો વીડિયો કોલકાતાના જગવિખ્યાત હાવડા બ્રિજનો આવ્યો છે. […]

ગૃહમંત્રી અમિત શાહે કયા આધારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનાવશે?

કોલકાતા, 24 એપ્રિલ, 2026 – ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપ આ વખતે નિશ્ચિતરૂપે સરકાર બનાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી આજે શુક્રવારે કોલકાતામાં પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા. રાજ્યમાં ગઈકાલે ગુરુવારે યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનને આધારે આ દાવો કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ અમિત શાહનો મોટો દાવો પશ્ચિમ […]

પશ્ચિમ બંગાળમાં બપોરે એક વાગ્યા સુધીમાં અધધ 62 ટકા કરતાં વધુ મતદાન

કોલકાતા, 23 એપ્રિલ, 2026 –  પશ્ચિમ બંગાળમાં બપોરે એક વાગ્યા સુધીમાં અધધ 62 ટકા કરતાં વધુ મતદાન નોંધાયું છે. મતદાનની આ ટકાવારી ઐતિહાસિક ગણી શકાય. તેની સામે તમિલનાડુમાં આ જ સમયગાળા સુધીમાં 58 ટકા કરતાં વધુ મતદાન નોંધાયું છે. તમિલનાડુ તથા પશ્ચિમ બંગાળમાં આજે ગુરુવારે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, જેમાં પશ્ચિમ […]

ચૂંટણી પંચની મોટી કાર્યવાહી: તમિલનાડુના ગૃહ સચિવ ધીરજ કુમારની બદલી

ચેન્નાઈ, 11 એપ્રિલ 2026: તમિલનાડુમાં આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે વહીવટી તંત્રને પારદર્શક અને નિષ્પક્ષ બનાવવા માટે ભારત નિર્વાચન આયોગએ કડક વલણ અપનાવ્યું છે. ચૂંટણી પંચે તમિલનાડુના ગૃહ સચિવ ધીરજ કુમારની તાત્કાલિક અસરથી બદલી કરવાનો આદેશ આપ્યો છે અને તેમના સ્થાને 1993 બેચના વરિષ્ઠ આઈએએસ અધિકારી કે. મનિવાસનની નિમણૂક કરી છે. ચૂંટણી પંચે સ્પષ્ટ નિર્દેશ આપ્યો […]

પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બની શકે છેઃ જાણો વિવિધ ઓપિનિયન પોલના અંદાજ

નવી દિલ્હી, 6 એપ્રિલ, 2026 – પશ્ચિમ બંગાળમાં અને આસામમાં ભાજપ માટે આ વખતે સરળ ચૂંટણી રહેશે તેવું માનવામાં આવે છે. આ બંને સહિત ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં આ મહિને યોજાઈ રહેલી ચૂંટણી સંદર્ભે વિવિધ એજન્સી દ્વારા આજે ઓપિનિયન પોલના આંકડા જારી કરવામાં આવ્યા છે. તદઅનુસાર આ વખતે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના ટીએમસી […]

શું ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ ભાજપમાં જોડાશે? પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલાં હલચલ

કોલકાતા/નવી દિલ્હી, 31 માર્ચ, 2026 – શું ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ ભાજપમાં જોડાશે? આ પ્રશ્ન આજે એકાએક રાજકીય વર્તુળોમાં ચર્ચાવા લાગ્યો છે અને તેને પગલે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલાં હલચલ જોવા મળી રહી છે. વાસ્તવમાં હજુ થોડા દિવસ પહેલાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની પશ્ચિમ બંગાળ મુલાકાત દરમિયાન લિએન્ડ પેસ સાથે તેમની મુલાકાત […]

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે અધિકારીઓની બદલી કરાશે

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: દેશના પાંચ રાજ્યોમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય ચૂંટણી પંચે (ECI) તૈયારીઓના ભાગરૂપે વહીવટી સ્તરે મોટા ફેરફાર કરવાના નિર્દેશ આપ્યા છે. પંચે અસમ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં ચૂંટણી કાર્ય સાથે સીધી રીતે સંકળાયેલા અધિકારીઓની બદલી કરવાના આદેશ જારી કર્યા છે. ચૂંટણી પંચે સ્પષ્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code