નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026ઃ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં પીએમ મોદીએ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને પોતોના બોસ ગણાવ્યા અને પોતાને એક સામાન્ય કાર્યકર લેખાવ્યાં હતા.
નીતિન નબીનને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યભાળ સંભાળવા ઉપર અભિનંદન પાઠવા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભાજપાનું ફોક્સ સંગઠનના વિસ્તારની સાથે કાર્યકર્તા નિર્માણ ઉપર પણ ઉપર છે. ભાજપા એક એવી પાર્ટી છે જ્યાં લોકોને લાગે છે કે, નરેન્દ્ર મોદી દેશમાં પ્રધાન મંત્રી છે ત્રીજીવાર વડાપ્રધાન બન્યાં, 50 વર્ષથી ઓછી ઉંમરમાં મુખ્યમંત્રી બન્યાં અને 25 વર્ષથી સરકારમાં પ્રમુખ રહે છે. પરંતુ આ બધી વાતો એક તરફ છે પરંતુ મારા માટે સૌથી મોટી વાત એ છે કે, હું ભાજપનો કાર્યકર્તા છું અને આ મારા માટે સૌથી ગર્વની વાત છે. જ્યારે પાર્ટીના વિષય ઉપર વાત આવે છે ત્યારે હું એક કાર્યકર્તા છું અને નીતિન નબીન મારા બોસ છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ 21મી સદી છે અને જોતજોતામાં 21મી સદીના પ્રારંભિક 25 વર્ષ પૂર્ણ પણ થઈ ચુક્યાં છે. આગામી 25 વર્ષ ખુબ જ મહત્વપૂર્ણ છે. આ એ કાળખંડ છે જેમાં વિકસિત ભારતનું નિર્માણ થશે. આ મહત્વના કાળખંડની શરૂઆતમાં નીતિન નબીન ભાજપાની વિરાસતને આગળ લઈ જશે. આજકાલના યુવાનોની ભાષામાં નીતિન નબીન ખુદ એક પ્રકારના મિલેનિયમ છે, તેઓ એ પીઢીથી આવે છે જેને ભારતમાં મોટા આર્થિક, સામાજીક અને ટેકનિકલ પરિવર્તન થતું જોયું છે.
આ પણ વાંચોઃદક્ષિણ ગુજરાતઃ સમુદ્રમાં જોવા મળ્યો ઉકળતા પાણીનો વિશાળ વિસ્તાર, જુઓ VIDEO

