Site icon Revoi.in

ગુજરાતઃ ગણતરીના પ્રારંભિક કલાકોમાં સ્થાનિક સ્વરાજ્યના તમામ સ્તરે ભાજપ આગળ

Gujarat: BJP ahead at all levels of local self-government in early hours of counting

Gujarat: BJP ahead at all levels of local self-government in early hours of counting

Social Share

ગાંધીનગર, 28 એપ્રિલ, 2026 – ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. પ્રારંભિક ગણતરી બાદ આત્યાર સુધી જોવા મળી રહેલાં વલણોમાં સ્થાનિક સ્વરાજ્યનાં તમામ સ્તરે ભાજપના ઉમેદવારો કાંતો જીતી રહ્યા હોવાનું અથવા આગળ હોવાનું જાણવા મળે છે.

રાજ્યમાં 26 એપ્રિલને રવિવારે યોજાયેલી ચૂંટણીનાં પરિણામ આજે સવારથી આવી રહ્યાં છે. જે પૈકી 15 મહાનગર પાલિકાની 1044 બેઠકોની મતગણતરી ચાલુ છે. તેમાંથી અત્યાર સુધી 349 પરિણામ જાહેર થયા છે અને તેમાં 316 બેઠક સાથે ભાજપ અગ્રેસર છે. જ્યારે 31 બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બન્યા છે. માત્ર એક બેઠક અન્યને ફાળે ગઈ છે.

એ જ રીતે નગરપાલિકાની કુલ 2624 બેઠકો પૈકી અત્યાર સુધીમાં 831 બેઠકોનાં વલણ-પરિણામ જાણવા મળ્યા છે. તે પૈકી 718 ઉપર ભાજપ, 88 બેઠકો ઉપર કોંગ્રેસ તથા 25 બેઠકો ઉપર અન્ય ઉમેદવારો વિજેતા બની રહ્યા છે.

પરિણામો સતત અપડેટ થતા રહેશે. રિવોઈ ન્યૂઝ સાથે જોડાયેલા રહો

Exit mobile version