અમદાવાદ, 11 જૂન 2026 – બજાજ ઑટો લિમિટેડની CSR પાંખ, બજાજ ઑટો ફાઉન્ડેશને આજે ‘રૂપા રાહુલ બજાજ સ્કોલરશિપ ફોર વિમેન ઇન એન્જિનિયરિંગ’ દ્વારા મહિલા એન્જિનિયરોને સશક્ત બનાવવા માટે આગામી દાયકામાં રુપિયા 400 કરોડ આપવાની ઐતિહાસિક પ્રતિબદ્ધતા જાહેર કરી છે.
કોર એન્જિનિયરિંગ ક્ષેત્રમાં મહિલાઓ માટે ભારતનો સૌથી મોટો સ્કોલરશિપ પ્રોગ્રામ, રૂપા રાહુલ બજાજ સ્કોલરશિપ, મેકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ડસ્ટ્રિયલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, મેકાટ્રોનિક્સ, રોબોટિક્સ અને તેને સંબંધિત અન્ય ક્ષેત્રો જેવા કોર એન્જિનિયરિંગ વિષયોમાં અભ્યાસ કરતી તેજસ્વી યુવતીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ હેઠળ, સ્કોલર્સને IIT, NIT, IIIT અને દેશની પ્રતિષ્ઠિત સરકારી તેમજ ખાનગી યુનિવર્સિટીઓ સહિત 40 અગ્રણી એન્જિનિયરિંગ સંસ્થાઓમાં તેમના એન્જિનિયરિંગ શિક્ષણ દરમિયાન રુપિયા 8 લાખ સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે.
આ પણ વાંચોઃ ગૃહિણી “હોમ મેકર” નહીં પરંતુ “રાષ્ટ્ર નિર્માતા”, વળતર કેસમાં ચુકાદા સાથે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
માત્ર નાણાકીય સહાય પૂરી પાડવા ઉપરાંત, આ સ્કોલરશિપ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આગામી પેઢીની મહિલા લીડર તૈયાર કરવા માટે બનાવવામાં આવી છે; જેમાં તેમને યોગ્ય માર્ગદર્શન, લીડરશિપ ડેવલપમેન્ટ, ઇન્ડસ્ટ્રી ઇમર્શન (ઉદ્યોગોનો પ્રત્યક્ષ અનુભવ) અને પ્રોફેશનલ નેટવર્ક સાથે જોડાવાની તક આપવામાં આવશે.
કાર્યક્રમ પુણેમાં બજાજ ઑટો લિમિટેડના હેડક્વાર્ટર્સ ખાતે યોજાયો હતો, જ્યાં ફાઉન્ડેશને સત્તાવાર રીતે આ સ્કોલરશિપની જાહેરાત કરી હતી અને 506 તેજસ્વી યુવા સ્કોલર્સની પ્રથમ બેચનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે બાયોકોન લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરપર્સન અને ફાઉન્ડર સુશ્રી કિરણ મઝુમદાર-શો, અને તેમની સાથે બજાજ ઑટો લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજીવ બજાજ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ સરકારે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી સંપૂર્ણ નાબૂદ કરી
આ સ્કોલરશિપ પ્રોગ્રામનો હેતુ કોર એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં મહિલાઓની ઓછી સંખ્યાની સમસ્યાને દૂર કરવાનો છે. ખાસ કરીને એવા સમયે જ્યારે એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ડીપ ટેકનોલોજી અને ઔદ્યોગિક ઇનોવેશન ભારતની આર્થિક પ્રગતિ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યા છે. કૌશલ્ય વિકાસ, શિક્ષણ અને નવી તકો દ્વારા ભારતના ભાવિ કાર્યબળને તૈયાર કરવાની વ્યાપક પ્રતિબદ્ધતા સાથે, આ પ્રસંગે બજાજ ઑટો ફાઉન્ડેશનના મુખ્ય વિઝન — “જ્યાં કૌશલ્ય છે, ત્યાં માર્ગ છે”ની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

