Site icon Revoi.in

ભોજન બાદ મીઠાઈના બદલે ખજુરને આરોગો, આરોગ્યને થશે અનેક ફાયદા

Social Share

મીઠાઈનો પોતાનો અનોખો આનંદ છે. લોકો મીઠાઈ ખાવાનું પસંદ કરે છે. ઘણી વાર ભોજન કર્યા પછી લોકો કંઈક મીઠાઈ ખાવાની ઈચ્છા રાખે છે અને કંઈક મીઠાઈ ખાવાની ઈચ્છામાં તેઓ ઘણી વાર કંઈક એવું ખાઈ લે છે જે ક્યારેક તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. જો કે, ખજુર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે.

ખજુર એટલે કે ડેટ્સ ફ્રુક્ટોઝનો ઉત્તમ સ્ત્રોત છે. ફ્રુક્ટોઝ ફળોમાં જોવા મળતી મીઠાસનું નામ છે. જેના કારણે ખજૂર ખૂબ જ મીઠી હોય છે અને અનેક પ્રકારની મીઠી વાનગીઓમાં ખાંડના વિકલ્પ તરીકે પણ ખજૂરનો ઉપયોગ કરવામાં આવે છે.

હેલ્થલાઈનના રિપોર્ટ અનુસાર, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ્સ ઉપરાંત ખજૂરમાં ઘણા વિટામિન અને મિનરલ્સ હોય છે. લગભગ 100 ગ્રામ ખજૂરમાં 75 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 7 ગ્રામ ફાઈબર, 2 ગ્રામ પ્રોટીન, 15% પોટેશિયમ, 13% મેગ્નેશિયમ, 40% કોપર, મેંગેનીઝ 13%, આયર્ન 5% અને વિટામિન B-6 15% હોય છે.

ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. જેના કારણે પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. જેના કારણે માણસનું પેટ સાફ રહે છે અને અનેક પ્રકારની સમસ્યાઓનો ખતરો ઓછો થઈ જાય છે.

ખજૂરમાં ઘણા પ્રકારના એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. હૃદય ઉપરાંત, ખજૂર કેન્સર, અલ્ઝાઈમર અને ડાયાબિટીસના વિકાસને રોકવામાં મદદ કરે છે.

ખજૂર આપણા હાડકા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખજૂરમાં ફોસ્ફરસ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ સહિત અનેક પ્રકારના મિનરલ્સ જોવા મળે છે, જે હાડકાં માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

ખજૂર બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. લો ગ્લાયસેમિક ઈન્ડેક્સ, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ્સને કારણે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં ખજૂર અસરકારક છે. જેના કારણે ડાયાબિટીસના દર્દીઓને પણ રાહત મળે છે.