Site icon Revoi.in

લોકસભા ચૂંટણી 2024ને લઈને કર્ણાટક સરકારે કરેલા સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

Social Share

બેંગ્લોર, 2 જાન્યુઆરી 2026: લોકસભા ચૂંટણી 2024ને લઈને કર્ણાટકની સરકાર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ઈવીએમ ઉપર જનતાએ ભરોસો વ્યક્ત કર્યો છે. સર્વે અનુસાર 83 ટકા લોકોએ કહ્યું હતું કે, ઈવીએમ વિશ્વાસપાત્ર છે, આ રિપોર્ટ સામે આવ્યા બાદ ભાજપા દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યાં છે. જેઓ લાંબા સમયથી ચૂંટણી પ્રક્રિયા અને ઈવીએમની વિશ્વસનીયતા ઉપર સવાલ કરી રહ્યાં છે. ત્યારે કર્ણાટકની કોંગ્રેસ સરકારે જ કરેલા સર્વેમાં જનતાએ રાહુલ ગાંધીને જવાબ આપી દીધો હોવાનું કહેવાય છે.

લોકસભા ચૂંટણી 2024- ઈવેલ્યુએશન ઓફ ઈન્ડલાઈન સર્વે ઓફ નોલેજ, એટીટ્યુટ એન્ડ પ્રેક્ટિસ ઓફ સિટીઝન્સ નામના આ સર્વેમાં 83.61 ટકા લોકોએ ઈવીએમ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 69.39 ટકા લોકોએ ઈવીએમ યોગ્ય પરિણામ આપે છે તેવુ માને છે. જ્યારે 14.22 ટકાએ આ બાબતે પૂર્ણ સહમતિ દર્શાવી છે. આ સર્વે કર્ણાટકમાં 102 વિધાનસભા વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. જેમાં બેંગ્લોર, બેલગાવી, કલબુર્ગી અને મૈસુર પ્રશાસનિક ડિવીજનના 5100 લોકો સામેલ હતા. આ સર્વે કર્ણાટક સરકારએ મુખ્ય ચૂંટણી અધિકારી વી. અનબુકુમાર મારફતે કરાવ્યો હતો.

આ સર્વેને લઈને ભાજપાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં છે. ભાજપા કર્ણાટક વિધાનસભાના નેતા આર.અશોકએ એક્સ પર લખ્યું છે કે, વર્ષોતી રાહુલ ગાંધી દેશભરમાં કહી રહ્યાં છે કે, ભારતનું લોકતંત્ર ખતરામાં છે અને ઈવીએમ વિશ્વાસપાત્ર નથી. પરંતુ કર્ણાટકની જનતાએ આજે અલગ જ વાત કરી છે. ભાજપાએ કહ્યું કે, આ રાજ્યવ્યાપી સર્વેથી સ્પષ્ટ થયું છે કે, લોકો ચૂંટણી ઉપર વિશ્વાસ કરે છે. ઈવીએમ ઉપર ભરોસો કરે છે અને ભારતની લોકતાંત્રિક પ્રક્રિયા ઉપર ભરોસો કરે છે. પાર્ટીએ આને કોંગ્રેસ માટે ચહેરા ઉપર તમાસા સમાન ગણાવ્યું છે.

આ પણ વાંચોઃ સુરતના કડોદરામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ 30.000ની લાંચ લેતા પકડાયો

Exit mobile version