1. Home
  2. Vinayak Barot

Vinayak Barot

રાજકોટમાં એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઊલટી)ના જથ્થા સાથે ત્રણ શખસો પકડાયા

સુરેન્દ્રનગરના ત્રણ શખસો ગ્રાહકની શોધમાં રાજકોટ આવ્યા હતા, પોલીસે 96 કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો કર્યો, આ કેસમાં હવે વન વિભાગના અધિકારીઓ તપાસ કરશે રાજકોટઃ શહેરમાં એમ્બરગ્રીસ ( વ્હેલ માછલીની ઊલટી)ના જથ્થા સાથે સુરેન્દ્રનગરના ત્રણ શખસોને રાજકોટ શહેર SOG પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે કુલ 2.96 કરોડના એમ્બરગ્રીસના જથ્થા સહિત કુલ 2.97 કરોડના મુદામાલ જપ્ત કર્યો […]

સાવલી નજીક મહિસાગર નદીમાં નહાવા પડેલા એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું ડૂબી જતા મોત

વડોદરાનો વિદ્યાર્થી તેના મિત્રો સાથે મહિસાગર નદીમાં નહાવા માટે ગયો હતો, વિદ્યાર્થી કોમ્પ્યુટર સ્ટુડિયોમાં કામ હોવાનું કહીને ઘેરથી નિકળ્યો હતો, ઓફિસમાં કામ હોવાથી રાત્રે ઘરે નહીં આવી શકુ એવો તેના પરિવારને ફોન કર્યો હતો, વડોદરાઃ  જિલ્લાના સાવલી તાલુકાના લાછનપુર ગામની સીમમાં પસાર થતી મહીસાગર નદીમાં નહાવા પડેલા યુવાનોમાંથી એક યુવાન વિદ્યાર્થી ડૂબી જતા મોત નિપજ્યુ […]

સાવલીના મોકસી ગામે શિકાર કરવા જતા દીપડો પાણીમાં ફસાયો, વન વિભાગે રેસ્ક્યુ કર્યું

છેલ્લા એક સપ્તાહથી દીપડો દેખાતા ગ્રામજનોમાં ભય વ્યાપી ગયો હતો, વન વિભાગે દીપડો પકડવા માટે પાંજરૂ મુક્યુ હતુ, સવારે દીપડો પાણીમાં ફસાયેલો જોતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી, વડોદરાઃ  જિલ્લાના સાવલી તાલુકાના મોકસી ગામની સીમમાં છેલ્લા એક સપ્તાહથી દીપડાના આંટાફેરાથી ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા દીપડાને પકડાના માટે વન વિભાગ દ્વારા પાંજરા મુકવામાં આવ્યા […]

લેબગ્રોન હીરાની માગ વધતા વેકેશન ટુંકાવી રત્નકલાકારોને સુરત પરત બોલાવાયા

હીરાના કારખાના શરૂ થયા પણ કારીગરો જ નથી, દિવાળીના વેકેશનમાં ગામડે ગયેલા રત્નકલાકારો હજુ પરત ફર્યા નથી, યુરોપના દેશોમાં લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધી સુરતઃ હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી મંદીનો વ્યાપક દૌર ચાલી રહ્યા છે. સુરતના હીરાના કારખાનેદારોએ દિવાળી પહેલા લાંબા વેકેશનની જાહેરાત કરતા રત્નકલાકારો પોતાના માદરે વતન ગામડાઓ ગયા હોવાથી હજુ પરત ફર્યા નથી. બીજીબાજુ […]

સુરતમાં મહિલા RFOને માથામાં વાગેલી ગોળી બહાર કઢાઈ, ફાયરિંગ કોણે કર્યું તે અંગે તપાસ

મહિલા RFO પોતાના 5 વર્ષના પૂત્ર સાથે કારમાં જઈ રહ્યા હતા ત્યારે ગોળી વાગી હતી, મહિલા અધિકારીને તેના પતિ સાથે લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે, ઘટના બાદ આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ ગાયબ થઈ ગયો સુરતઃ શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી વન વિભાગની કચેરીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) તરીકે ફરજ બજાવતા સોનલ સોલંકી કામરેજ-જોખા રોડ પર પોતાની […]

“વંદે માતરમ”ના 150 વર્ષની ઉજવણી,કાલે સરકારી કચેરીઓનો સમય સવારે 9.30થી સાંજે 5.10 સુધીનો રહેશે

સરકારી કચેરીઓમાં કાલે વંદે માતરમ’ રાષ્ટ્રગીતનું સામૂહિક ગાન કરાશે, સવારે 9.30 કલાકે તમામ અધિકારીઓ-કર્મચારીઓને હાજર રહેવા સુચના, રાષ્ટ્રગીતના સમૂહગાન બાદ સ્વદેશીની શપથ લેવાની રહેશે, ભારતના રાષ્ટ્રગીત “વંદે માતરમ”ના નિર્માણને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ તા. 07 નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં […]

આણંદમાં પોલીસ હોવાની ઓળખ આપીને રોફ જમાવતો નકલી પોલીસમેન પકડાયો

મૂછોના આંકડા ચડાવીને બ્લેકફિલ્મની કાર લઈને પોલીસ હોવાનું કહી રોફ જમાવતો હતો, પોલીસે પૂછતાછ કરતા નકલી આઈકાર્ડ બતાવીને પોતે પાલીસ અધિકારી હોવાનું કહ્યુ, પોલીસે ફરજના સ્થળ વિશે પૂછતાં આરોપીની પોલ ખૂલી આણંદઃ શહેરમાં પોલીસના સ્વાંગમાં મૂછે વળ દઈને બ્લેક કાચવાળી કારમાં ફરતા નકલી પોલીસ પકડાયો છે. આણંદની બજારમાં ફરીને પોતે પોલીસ હોવાનું જણાવીને રોફ જમાવતા […]

રાજસ્થાન બાદ ગુજરાત હાઈકોર્ટે પણ આસારામને 6 મહિનાના જામીન આપ્યા

જોધપુર વડી અદાલતે જામીન આપ્યા હોવાથી અલગ સ્ટેન્ડ ન લઈ શકીએ: હાઇકોર્ટ, આસારામ હ્રદય સંબંધિત બિમારીથી પીડિત હોવાની દલીલ, ગુજરાત હાઈકોર્ટે અગાઉ આસારામના હંગામી જામીન 4 વખત લંબાવ્યા હતા, અમદાવાદઃ  સુરત અને જોધપુરમાં દુષ્કર્મ કેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને રાજસ્થાનની હાઈકોર્ટે 6 મહિના માટે જામીન આપ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે […]

ચાણસ્માના બ્રાહ્મણવાડા નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં બેના મોત

કારની ટક્કરથી રિક્ષાનો કચ્ચરઘાણ નિકળી ગયો, અકસ્માતમાં બે વ્યક્તિને ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી પાટણઃ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે પાટણ  જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામ નજીક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાર અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં […]

નવસારીના ડાભેલમાં કૂખ્યાત સલમાન લસ્સીને પોલીસે ફાયરિંગ કરીને દબોચી લીધો

પોલીસે પગમાં ગોળી મારીને પરોઢીયે નામચીન શખ્સને પકડી લીધો, કૂખ્યાત આરોપી હત્યા સહિત 17 જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો, સુરત ક્રાઈમ બ્રાન્ચની 25 અધિકારીઓએ સ્ટાફ સાથે ઓપરેશન લંગડા હાથ ધર્યુ સુરતઃ શહેરના ડિંડોલી, લિંબાયત સહિત અનેક વિસ્તારોમાં આતંક મચાવીને હત્યા સહિત 17 જેટલા ગંભીર ગુનાનો વોન્ટેડ આરોપી સલમાન લસ્સી નવસારીના ડાભેલ ગામના આશિયાના મહોલ્લામાં છુપાયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code